જામનગર-ખંભાળિયા હાઈવે પર ટ્રક હડફેટે બાઈકચાલકનું મોત

જામનગર-ખંભાળિયા હાઈવે પર ટ્રક હડફેટે બાઈકચાલકનું મોત
Spread the love

ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતને પગલે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ ફરી રક્તરંજીત બન્યો છે. જામનગર-ખંભાળિયા હાઇ-વે પર આવેલ બેડ નજીક બેફામ સ્પીડે દોડતા ટ્રકે હોન્ડાને હડફેટે લેતા બાઇકચાલકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જામનગર-ખંભાળિયા હાઇ-વે પર આવેલ બેડ ગામ નજીક સોમવારે સવારે ટ્રક અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો.

પૂરઝડપે આવતા કાળમુખા ટ્રકના ચાલકે હોન્ડાચાલકને હડફેટે લેતાં જામનગરના બાઇકચાલક માનભા વાઢેર નામના વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના આ બનાવના પગલે થોડીવાર માટે હાઈ-વે જામ થઈ ગયો હતો.

images-2.jpeg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!