જામનગરમાં બાઈક પર આવેલ બે શખ્સોએ કાકા-ભત્રીજાની હત્યા નીપજાવવા પ્રયાસ કર્યો

વોર્ડ.નં.15ના પૂર્વ કોર્પોરેટરના પુત્રોનું શંકાના દોરે પરાક્રમ : જામનગરમાં બાઈક પર આવેલ બે શખ્સોએ કાકા-ભત્રીજાની હત્યા નીપજાવવા પ્રયાસ કર્યો
જામનગરમાં દિગ્વિજય પ્લોટ 49 વિસ્તારમાં પીછો કરી બાઈકને આંતરી લઇ એક સખ્સ કાકા ભત્રીજા પર છરી વડે હુમલો કરી હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હોવાના બનાવથી ચકચાર જાગી છે. પૂર્વે કોર્પોરેટર મરિયમ સુમરાના બે પુત્રોએ કાવતરું રચી આરોપીને હત્યા નીપજાવવાના ઉદેશ્યથી પાછળ લગાવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણેય સખ્સો સામે હત્યા પ્રયાસ સબંધિત ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ 49માં ગટર રીસાયકલીંગ પાસે ગઈકાલે બપોરે મોટર સાયકલ પર સવાર વિજયભાઈ ઉર્ફે કેશુભાઈ વરાણીયા અને તેનો ભત્રીજો સુમિતને પાછળથી અન્ય બાઈક પર આવેલ યુવરાજસિંહ ક્યોર નામના સખ્સએ આંતરી લીધા હતા. આરોપી યુવરાજે બીભત્સ વાણી વિલાસ આચરી કહ્યું હતું કે અમારા શેઠ અનવરભાઇ ખફી અને ઇકબાલભાઇ ખફી ઉપર તમે કેમ ફરીયાદો કરો છો તમને મારી નાખવા છે.
આટલું કહી આરોપી યુવરાજસિંહ કયોરએ પોતાના પાસેની છરી કાઢી, સુમીતભાઇને માથામાં અને કપાળમાં છરીના બે ઘા મારી અને વિજયભાઈને જમણા કાન ઉપર તથા કાન પાછળ ગરદન ઉપર છરીના બે ઘા મારી બંનેની હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વારદાતને અંજામ આપી આરોપી નાશી ગયો હતો. જયારે ગંભીર રીતે ઘવાયેલ કાકા-ભત્રીજાઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં તેઓએ સીટી સી ડીવીજન પોલીસ દફતરના સ્ટાફ સમક્ષ આરોપી યુવરાજસિંહ અને પૂર્વ કોર્પોરેટર મરિયમ ખફીના બે પુત્રો અનવર કાસમ ખફી અને ઇકબાલ કાસમ ખફી સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી અનવર કાસમ ખફી તથા ઇકબાલ કાસમ ખફી વિરૂધ્ધ ઘવાયેલ વિજય અને તેના પરિવારના સભ્યોએ સીટી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદ બાદ સીટી સી ડીવીજનમાં પણ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને સીટી સી ડીવી પોલીસે બે ત્રણ દિવસ પહેલા આરોપીઓના ઘર પાસે ચાર પાંચ દિવસ પહેલા પોલીસે જુગારની રેઇડ કરેલ હોય તેનુ મન:દુખ રાખી, ગુન્હાહિત કાવતરૂ રચી આરોપી યુવરાજસિંહ મહોબતસિંહ કયોરને ઘાયલ વિજય ઉપર વોંચ રાખવા પાછળ મુકયો હતો. જે આજે બાઈક લઇ નીકળતા જ આરોપી યુવરાજસિંહ મહોબતસિંહ કયોરએ પોતાના લાલ કલરના એકસેસ વડે પીછો કરી બાઈક આંતરી લઇ કાકા-ભત્રીજા પર હુમલો કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે હત્યાપ્રયાસ સબંધિત ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.