સેવાસેતુ કાર્યક્રમ ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન ચાલુ રાખવા સૂચના

સેવાસેતુ કાર્યક્રમ ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન ચાલુ રાખવા સૂચના
Spread the love

સેવાસેતુ કાર્યક્રમ ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન ચાલુ રાખવા સૂચના

અમરેલી : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ગ્રામ પંચાયતની સામાન્ય, પેટા અને મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેના અનુસંધાને અમરેલી જિલ્લામાં તા.૨૨/૧૧/૨૦૨૧ થી ૨૪/૧૨/૨૦૨૧ ના સમયગાળા સુધી લાગુ પડેલ આદર્શ આચારસંહિતાના પગલે ગ્રામ્ય વિસ્તારમાં સેવાસેતુ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા હતા. પરંતુ આજની વિડીયો કોન્ફરન્સમાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન ગ્રામ્ય કક્ષાના સેવાસેતુ કાર્યક્રમ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. અમરેલી વહીવટી તંત્ર દ્વારા જે તે તાલુકામાં નકકી થયેલ કાર્યક્રમ મુજબ ગ્રામ્ય કક્ષાના સેવાસેતુ કાર્યક્રમ ચાલુ રાખવા સબંધિત અધિકારીશ્રીઓને જાણ કરવામાં આવી છે. જો કે હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી અન્વયે આચારસંહિતા અમલી હોવાથી ચૂંટાયેલ પદાધિકારીશ્રીઓ કે અન્ય કોઈ હોદેદારો કે રાજકીય પદાધિકારીશ્રીઓને આમંત્રણ ન આપવા સૂચના આપવામાં આવી છે.

-અમરેલી-20211201_155453.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!