ડભોઇ પંથક માં કમોસમી વરસાદ ને લઇ ઠેર ઠેર પાણી ભરાયા : ખેડૂતોની ચિંતા વધી

ડભોઇ પંથક માં કમોસમી વરસાદ ને લઇ ઠેર ઠેર પાણી ભરાયા : ખેડૂતોની ચિંતા વધી
Spread the love

હવામાન ખાતાની આગાહી અનુરૂપ:
ડભોઇ પંથક માં કમોસમી વરસાદ ને લઇ ઠેર ઠેર પાણી: ખેડૂતોની ચિંતા વધી.
ડભોઈ પંથક માં પડેલ કમોસમી વરસાદ ના કારણે નગરમાં ઠેર ઠેર પાણી જ પાણી સાથે એકધારી વરસાદ વરસતા નીચાણ વાળા વિસ્તાર અને સોસાયટીઓ માં પાણી ભરાતા સ્થાનિકો હેરાન તેમજ જગતના તાત ની ચિંતા માં વધારો જોવા મળ્યો હતો.
હવામાન ખાતા ની આગાહી મૂજબ અલગ અલગ રાજ્યો અને જિલ્લાઓમાં ભારે વરસાદ થી લઈ હળવા વરસાદ ની સાથે વીજળીના ચમકારા સહિત તેજ ગતિ ના પવન ફૂંકાવા ની આગાહી કરી હતી.જે મુજબ આજરોજ વાતાવરણમાં પલ્ટો થતાં ઠંડા પવન સાથે એકધારી વરસાદ પડવાનું ચાલુ થતા નગર જનો ને બેવડી ઋતુ નો એહસાસ થયો હતો. નાગરિકો સ્વેટર, સહિત રેન્કોટ અને છત્રી નો ઉપયોગ કરવા મજબૂર બન્યા હતા.જ્યારે ખેડુતોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો હતો.વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ થતાં તૈયાર પાક બગડી જવાની ભીતી સેવાયી રહી છે. શિયાળાની ઋતુમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાતા ખેડુતો મુંઝવણમાં મુકાયા છે. ચાર મહીનાની મહેનત બાદ તુવેર,કપાસ,ડાંગર તેમજ મગફળીનો તૈયાર થયેલ પાક હાથમાંથી જવાની ભીતીથી ખેડુતો ચિંતા માં મુકાયા છે.વાતાવરણમાં બદલાવના કારણે કમોસમી વરસાદ ને લઇ અમુક ખેડુતોએ થોડા દિવસો પહેલા કરેલ શિયાળુ પાકના વાવેતરમાં નુકશાની થવાની પણ શક્યતા છે ત્યારે વાતાવરણમાં બદલાવ આવતા વધુ વરસાદ થશે કે કેમ તે જોવાનું રહ્યું પણ હાલ ખેડુતોમાં નિરાશા જોવા મળી રહીછે .અને કમોસમી વરસાદ એ ખેડૂતો ની ચિંતા વધારી દીધી છે.

રિપોર્ટ :- ચિરાગ તમાકુવાલા

IMG-20211201-WA0022.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!