સુરતમાં આયોજનો માં ભપકો વઘારવા વપરાતી બીમ લેઝર લાઈટ પાયલોટ માટે અડચણરૂપ

શહેરનાં પીપલોદ, વેસુ, વીઆઈપી રોડ, એરપોર્ટ રોડ પર આવેલા પાર્ટી પ્લોટની, જ્યાં પણ મોટી સંખ્યામાં આવા પ્રસંગો અને સેલિબ્રેશન યોજાતાં હોય છે. જોકે આ પાર્ટી પ્લોટ પર યોજાતાં આવા પ્રસંગોને ભપકાદાર બનાવવા માટે લગાવવામાં આવતી બીમ લાઈટ મોટા એરક્રાફ્ટ લઈને ઉડતાં પાયલોટ માટે મુશ્કેલી અને અડચણ પેદા કરી રહી છે.તાજેતરમાં જ એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ અંગેની કેટલીક મૌખિક ફરિયાદ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે સુરત એરપોર્ટ પર લેન્ડ થતી ફ્લાઇટો માટે આવી બીમ લાઈટ અડચણરૂપ બની રહી છે. આ બિમલાઈટ થી પાયલોટનું ધ્યાન ભંગ થાય છે. અને તેઓ તેનાથી તેમનું ધ્યાન પણ વિચલિત થાય છે. રન વે પર ફ્લાઇટ લેન્ડ કરતી વખતે આ મુશ્કેલી તેમને પડી રહી છે.હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે ત્યારે એરપોર્ટ નજીકના પાર્ટી પ્લોટ પર વાપરવામાં આવતી આવી બીમ લેસર લાઈટો પોલીસ અને એરપોર્ટ તંત્ર માટે ચિંતાનો વિષય જરૂરથી બની છે. પોલીસ કંટ્રોલ રૂમના એસીપીના જણાવ્યા પ્રમાણે અમને આવી ફરિયાદો મળી છે. આ મૌખિક ફરિયાદો અમને એરપોર્ટ ઓથોરિટી તરફથી મળી છે અને અમે આયોજકોને આવી લેસર લાઈટો ન વાપરવા વિનંતી કરીશું.એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે આકાશમાં ઉડાન ભરતી વખતે અને ફ્લાઇટ લેન્ડ કરતી વખતે આવી કોઈપણ પ્રકારની લાઈટ મુશ્કેલી ઉભી કરી શકે છે. જે ગમે ત્યારે અકસ્માત પણ સર્જી શકે છે. સુરત એરપોર્ટ ડિરેક્ટરના જણાવ્યા પ્રમાણે રાત્રી દરમ્યાન જયારે ફ્લાઇટ લેન્ડ થતી હોય ત્યારે ફ્લાઇટને રનવે પર ઉતારવા પાયલોટને ક્લિયર વ્યુ મળે તે જરૂરી છે. એરક્રાફ્ટ રુલ મુજબ આવી લાઈટો અકસ્માતો નોતરી શકે છે. આ રૂલના કારણે સ્ટ્રીટલાઈટ પણ ઉપરથી ઢંકાયેલી હોય છે.
રિપોર્ટ : સુનિલ ગાંજાવાલા
સુરત