જામનગરમાં એક રહેણાંક માંથી ઇંગ્લીશ દારુની ૨૦ બોટલ કબ્જે કરતી દિગ્વિજય પ્લોટ પોલીસ ટીમ : આરોપી ફરાર

જામનગરના દિ.પ્લોટ ૪૯માં બાતમીના આધારે પોલીસે મકાનમાં દરોડો પાડી દારુની ૨૦ બોટલ કબ્જે કરી હતી જયારે દરોડા વખતે આરોપી હાજર મળી આવ્યો ન હતો જેની તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચનાથી પ્રોહી, જુગારના ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક નીતીશ પાંડે તથા પીઆઇ એમ.જે.જલુના માર્ગદર્શન મુજબ સીટી-એ ડીવી.પો.સ્ટે.ના દી.પ્લોટ ચોકી વિસ્તારમાં પ્રોહી, જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન બાતમી હકીકત આધારે જામનગર દિ.પ્લોટ-૪૯ અચીજા પાન પાસેની શેરીમાં રહેતો જીગર ઉર્ફે રવી ફુસ મનસુખ નાખવા રે. દી.પ્લોટ-૪૯ અચીજા પાન પાસેની ગલી જામનગરવાળાના કબ્જા ભોગવટાના મકાનમાથી અલગ અલગ ઇંગ્લીશ દાની બોટલો કુલ નંગ-૨૦ કી. ૧૦૦૦૦નો મુદામાલ મળી આવેલ અને આરોપી જીગર ઉર્ફે રવી મનસુખ નાખવા રે. દિ.પ્લોટવાળો હાજર મળી ન આવતા ગુન્હો રજીસ્ટર કરેલ છે.
આ કાર્યવાહી સીટી-એ ડીવી પીએસઆઇ આર.કે. ગોસાઇ તથા હેડ કોન્સ જીતેન્દ્રસિંહ જાડેજા, જયેશભાઇ વઢેલ, પો.કોન્સ લાલજીભાઇ જાદવ, બાબુભાઇ ઝાલા, શૈલેષભાઇ ગઢવી, જીતેશભાઇ મકવાણા વગેરે દ્વારા કરી હતી.