જામનગર એસીબી દ્વારા જાગૃતિ સંદર્ભે સાઈકલ રેલી

આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થતા યોજવામાં આવી રહેલ ” આઝાદી કા અમૃત મહોત્સવ-૨૦૨૧ ” અંતર્ગત જામનગર એ. સી.બી. ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. પરમાર તથા એસીબી સ્ટાફ દ્વારા જામનગર લીમડા લાઈન માં આવેલ શ્રી શાસ્ત્રી ત્રંબકરાય હાઇસ્કુલના વિદ્યાર્થીઓને સાથે રાખી એસીબીના બેનરો સાથેની સાઇકલ રેલી સવારના કલાક ૮-૦૦થી ૯-૩૦ સુધી જામનગરમાં તળાવની પાળ થી ખંભાળિયા ગેઇટ, હવાઈ ચોક, પંચેશ્વર ટાવર, ટાઉન હોલ, સાત રસ્તા સર્કલ, એસટી બસ સ્ટેન્ડ, જોલી બંગલો થઈ પરત તળાવની પાળ સુધી યોજવામાં આવેલ હતી.
સરકારશ્રીના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા સરકારી અધિકારી / કર્મચારીઓ દ્વારા કાયદેસરના મહેનતાણા સિવાય જાહેર જનતા પાસે જો કોઇ ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવે તો મોં.નં.૮૯૮૦૦૪૧૧૩૫ ઉપર સંપર્ક કરવા જામનગર એ.સી.બી. પો.ઈન્સ. દ્વારા અનુરોધ કરવામાં આવે છે.