ડભોઇ રેલવે સ્ટેશન નજીક ટ્રેન ની અડફેટે આવતા બે ના મોત એક ની હાલત નાજુક

ડભોઇ રેલવે સ્ટેશન નજીક ટ્રેન ની અડફેટે બે ના મોત એક ની હાલત નાજુક
ડભોઇ શહેર ના સંત પુરી વિસ્તાર નજીક ગઈકાલે મોડી રાત્રે ત્રણ લોકો રેલ્વે ક્રોસ કરી રહ્યા હતા જે દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી થી ડભોઇ આવેલી મેમુ ટ્રેનની અડફેટે ત્રણ લોકો આવતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિઓને વડોદરા સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.જ્યાં અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી તમામ ટ્રેનો વડોદરાના ડભોઇ રેલવે સ્ટેશન થઈને જતી હોય છે.જેથી ડભોઇ થી કેવડિયા ટ્રેનો ની અવર જવર વધી જવા પામી છે.ત્યારે ગઇકાલે રાત્રીના 11 વાગ્યાના સુમારે ડભોઇ રેલ્વે સ્ટેશન નજીક આવેલ સંતપુરી વિસ્તારના ત્રણ લોકો ડભોઇ રેલવે સ્ટેશન જઈ રહ્યા હતા.જે દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી આવેલી મેમુ ટ્રેનની અડફેટે આવી ગયા હતા.જેમાં એક મહિલા અને બે પુરુષ હોવાની માહિતી મળેલ છે.એક પુરુષ નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક પુરુષ નું હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું.જ્યારે ગંભીર રીતે ઘાયલ મહિલા ની હાલત અત્યંત નાજુક હોવાનું માલુમ પડ્યું હતું.સમગ્ર ઘટનાની જાણ થતા રેલવે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે હાજર થયું હતું. સમગ્ર મામલે હાલ રેલવે પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાથેજ તપાસ કરી રહી છે તેમજ મૃત્યુ થનાર વ્યક્તિઓ ક્યાં રહે છે સાથે જ તેઓ કોણ છે તે દિશામાં હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.
રીપોર્ટ :- ચિરાગ તમાકુવાલા