ડભોઇ અંજુમને ઇસ્લામ સંચાલિત મૌલાના અબુલ કલામ આઝાદ સ્કૂલ ખાતે ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન

ડભોઇ ખાતે અંજુમન ઇસ્લામ ડભોઇ સંચાલિત મોલાના અબુલ કલામ આઝાદ સ્કૂલ ખાતે ડભોઇ અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી આજરોજ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યા માં બાળકો એ આ કેમ્પ નો લાભ લીધો હતો. આશરે 125 થી 150 જેટલા બાળકો એ કેમ્પ નો લાભ લીધો હતો.હાલ ના સમય માં એક તરફ બીમારીઓ એ માજા મૂકી છે.ત્યારે બાળકો નું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે હેતુ થી ફ્રી મેડિકલ કેમ્પ ની આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શરદી,ખાંસી,તાવ,જેવા અન્યરોગો ની મેડિકલ ચેકઅપ કરી ફ્રી માં દવા આપવામા આવી હતી.
આ કેમ્પનું ડભોઇ અર્બન હેલ્થ સેન્ટર તરફથી અયોજન કરવામા આવ્યું હતું.
આ કાર્યક્રમ માં ડોક્ટરો ની ટીમ, સ્ટાફ તેમજ ઇસ્માઇલભાઇ માસ્ટર, રુકસાના મેડમ,હાફિઝ ઈલ્યાસ અત્તર વાલા હાજર રહ્યા હતા