અમરેલી ખાતે પ્રિ-વાઈબ્રન્ટ ગુજરાત સમીટ અંતર્ગત ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ અંગે ખાસ કાર્યક્રમ યોજાયો

અમરેલી ખાતે પ્રિ-વાઈબ્રન્ટ ગુજરાત સમીટ અંતર્ગત ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ અંગે ખાસ કાર્યક્રમ યોજાયો
Spread the love

અમરેલી ખાતે પ્રિ-વાઈબ્રન્ટ ગુજરાત સમીટ અંતર્ગત ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ અંગે ખાસ કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના ખેડૂતોએ વડાપ્રધાનશ્રી, રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના ઉદબોધનનું લાઈવ પ્રસારણ નિહાળ્યું

અમરેલી તા. ૧૬ ડીસેમ્બર

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૧ અંતર્ગત નેચરલ ફાર્મિંગ અંગે નેશનલ કોન્ક્લેવ કાર્યક્રમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુલ ઉપસ્થિતમાં યોજાયો હતો. આ કાર્યક્ર્મ હેઠળ અમરેલીના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન માટે ખાસ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના અંદાજે ૫૦૦ થી ૭૦૦ખેડૂતોમિત્રોએ આણંદ ખાતે આ જીવંત કાર્યક્રમ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધન અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃત્તિક ખેતી અંગે જરૂરી માર્ગદર્શનને નિહાળ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, ખેતીવાડી વિભાગના, આત્મા પ્રોજેક્ટના, આરોગ્ય વિભાગના તેમજ વહીવટી તંત્રના અન્ય સંલગ્ન વિભાગોના અધિકારી કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં જિલ્લાના ખેડૂત ભાઇ-બહેનો સામાજિક અંતર જાળવી ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20211216-WA0041-1.jpg IMG-20211216-WA0008-2.jpg IMG-20211216-WA0006-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!