ડભોઇ તાલુકાના તમામ મતદાન મથકો પર મત પેટીઓ અને ચૂંટણી સામગ્રીનું ડીસપેચિંગ કરયું

ડભોઇ તાલુકાના તમામ મતદાન મથકો પર મત પેટીઓ અને ચૂંટણી સામગ્રીનું ડીસપેચિંગ કરયું.
ચૂંટણીને લઇ તમામ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન સાધી લોકશાહીમાં સહભાગી બનવા આહવાન કરાયું.
ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકા ખાતે 51 ગ્રામ પંચાયતોનું ઇલેક્શન હોય તંત્ર દ્વારા ડભોઇ કોમર્સ કોલેજ ખાતે ઇસ્પેડિંગ સેન્ટર રાખવામાં આવ્યું હતું.
ડભોઇ કોમર્સ કોલેજ ખાતે ચૂંટણીની કામગીરી અર્થે આવેલા પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ કર્મચારીઓને મતદાન માટેની જરૂરી માહિતી આપવામાં આવી હતી તેમજ પ્રિસાઇડિંગ ઓફિસરો અને તેમની પેટીઓ અને ચૂંટણી મા વપરાતી પૂરતી સામગ્રી નું ડીસપેચીંગ કર્યું હતું.
સાથે ચૂંટણી અધિકારીના જણાવ્યા પ્રમાણે આવતી કાલે સવારે ૭:૦૦ વાગ્યાથી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે નું જણાવ્યું હતું. સાથે ડભોઇ તાલુકામાં જેટલા ગામડાઓમાં ચૂંટણી છે તે તમામ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરી લોકશાહી માં ભાગીદાર બને તેવી વિનંતી કરાઇ હતી જ્યારે આ ચૂંટણીમાં સુચારુ રીતે આયોજન થાય તે માટે તમામ નાગરિકોને પોલીસ સ્ટાફ તાલુકા પંચાયત સ્ટાફ અને ચૂંટણીની લક્ષી કર્મચારીઓ તથા તમામ ડિપાર્ટમેન્ટ સાથે સાથ સહકાર અને સંકલન સાધી કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય તે રીતે સુચારું આયોજન સાથે મતદાન કરી પોતાનો હક અને જવાબદારી નિભાવી લોકશાહીમાં ભાગીદાર બને તેવી વિનંતી કરાઇ હતી.