ડભોઇ તાલુકા ના ચનવાળા ગામ ની શાળા માં પૂર્વ વિદ્યાર્થી દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યા

ડભોઇ તાલુકા ના ચનવાળા ગામ ની શાળા માં પૂર્વ વિદ્યાર્થી દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યા
ડભોઇ તાલુકા ના ચનવાળા ગામે શાળા ના બાળકો ને શિયાળા ની ઋતુ માં ધાબળા વિતરણ કરવામાં આવ્યા.ચનવાળા ગામ ની શાળા માં અભ્યાસ કરી ચૂકેલા પૂર્વ વિદ્યાર્થી વિષ્ણુપ્રસાદ સુભાસભાઈ પંડ્યા એ ચનવાળા શાળા ની મુલાકાત લેતા 200 ઉપરાંત બાળકો ને ધાબળા વિતરણ કર્યા હતા.તેમજ શાળા માં વિતાવેલ જૂની યાદો વાગોળી હતી.હાલ શિયાળા ની ઋતુ હોવાથી ઠંડી નો પારો ગગળતા વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામી છે.જેને જોતા બાળકો ને શિયાળા ની ઋતુ માં ધાબળા નું વિતરણ કરી સેવા નું કાર્ય કરતા લોકો એ તેઓની કામગીરી ને બિરદાવી હતી તેમજ બાળકો તેમજ શાળા ના શિક્ષકો દ્વારા સુંદર કામગીરી બદલ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
રીપોર્ટ:- ચિરાગ (રાજુ ઘેટી)