થરાદ તાલુકાના સેદલા ગામે ચુંટણી યોજાઈ

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ગામ પંચાયત ચૂંટણી નાં પડઘા વાગી રહ્યા છે ત્યારે સમગ્ર ગામ માં ઉમેદવાર પોતાનું નસીબ અજમાવવા લાગ્યા છે
થરાદ તાલુકાના સેદલા ગામે મતદાન કરવા સવારે સાત વાગ્યે થી લોકો ઉમટી પડ્યા હતા.
સેદલા ગામ માં ફ્ક્ત બે ઉમેદવારો હોવાથી ભારે રસાકસી નો માહોલ જોવા મળ્યો હતો.બંને ઉમેદવાર દ્વારા મત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા.મતદાન મથક ઉપર પોલીસ દ્વારા ખુબ જ સરસ રીતે ફરજ બજાવી શાંતિમય વાતાવરણમાં મતદાન કરવામાં આવ્યું હતું.
પોલીસ ની સુરક્ષા હેઠળ સેદલા ગ્રામ પંચાયત નાં મતદારો દ્વારા સાંજ સુધી માં ૧૫૮૦ જેટલું જંગી મતદાન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ :જનકસિહ વાઘેલા થરાદ