શબરી માતા ની તપોભૂમિ ડાંગ માં મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

શબરી માતા ની તપોભૂમિ ડાંગ માં મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
Spread the love

શબરી માતા ની તપોભૂમિ ડાંગ તેજસ્વિની સંસ્કૃતિ ધામ વાસુર્ણા મુકામે પૂજ્ય હેતલદીદી પૂજ્ય પી પી સ્વામી ની નિશ્રા માં મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

ડાંગ લાયન્સ કલબ વલસાડ તિથલ રોડ, આર.એન.સી. ફ્રી આઈ હોસ્પિટલ વલસાડ, તેજસ્વિની સંસ્કૃતિ ધામ ના સંયુક્ત સથવારે મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું તેજસ્વિની સંસ્કૃતિ ધામ વાસુર્ણા મુકામે યોજાયુ
તા.૧૮/૧૨/૨૦૨૧ નાં રોજ થયો તેમાં દાંતના દર્દીઓની તપાસ ડૉ. અમરીષ મણિયાર દીર્ગમ ડેન્ટલ વાપી વલસાડ અમલસાડની સેવા પ્રાપ્ત થઈ આર. અને. સી. ના ૧૫ જેટલા સેવાર્થી ભાઈ બહેનો તથા ડૉકટરોએ પોતાની સેવા આ કેમ્પ માં આપી. ડાંગ અને આહવાનાં DEO ભૂસારા સાહેબ પણ હાજર રહ્યા. અને આજુબાજુની શાળાના વિદ્યાર્થીઓઅે પણ આ કેમ્પનો લાભ લીધો. ક્લબ ના પ્રમુખ શ્રી રોહિતભાઈ મંત્રી રિદ્ધિ, ઉપપ્રમુખ તેજસભાઈ, તથા ઝેડ. સી. રિટા દેસાઈ આ કેમ્પ માં હાજર રહ્યા. ક્લબ નાં દરેક સભ્યો તથા તેજસ્વિની સંસ્કૃતિ ધામના કાર્યકરો એ આને સફળ બનાવવામાં ખૂબ જહેમત થી સફળ બનાવ્યો છે. તેજસ્વિની સંસ્કૃતિ ધામના સુજ્ઞશ્રી પરમ પૂજ્ય હેતલદીદી, પૂજ્ય પી. પી. સ્વામીજી, પુ યશોદા દીદી ના આશીર્વાદ પ્રાપ્ત થયા. અને કેમ્પ ને સુંદર સફળતા પ્રાપ્ત થઈ. આજુબાજુના લગભગ ૧૦ ગામોના રહેવાસીઓઅે લાભ લીધો. લગભગ ૨૦૦ જેટલા દર્દીઓ એ ભાગ લીધો.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

IMG-20211219-WA0016.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!