ગ્રામ પંચાયત ચુંટણી માં કોંગ્રેસ ના ધારાસભ્ય અને ચિરાગ કાલરીયાએ કર્યું મતદાન

ગ્રામ પંચાયત ચુંટણી માં કોંગ્રેસ ધારાસભ્ય પ્રવિણ મુસડીયા અને ચિરાગ કાલરીયાએ પણ કર્યું મતદાન અને લોકો ને મતદાન કરવા કરી અપીલ
આજે વહેલી સવારથી ગ્રામ પંચાયતોની ચુંટણી માટેનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે મતદારોનો જબરો ઉત્સાહ મતદાનને લઈને જોવા મળી રહ્યો છે, સવારે 9 વાગ્યા સુધીમાં 10% જેટલું મતદાન નોંધાયું છે. તો જામનગર જીલ્લાના જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ જામજોધપુર તાલુકાના ગીંગણી ગામે મતદાન કર્યું હતું. તો આ તરફ કાલાવડ વિધાનસભાના ધારાસભ્ય પ્રવિણ મુસડીયાએ પરિવાર સાથે સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઉભા રહી નિકાવા કે જ્યાં રસાકસી ભર્યો જંગ છે ત્યાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગામલોકોને વધુમાં વધુ મતદાન કરવાની લોકોને અપીલ કરી હતી.