ડભોઈ તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન

ડભોઈ તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન
આજરોજ ડભોઇ તાલુકામાં 51 ગ્રામ પંચાયત નું મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરયું હતું.જેમાં પોલીસ સ્ટાફ દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું સાથે સંપૂર્ણ મતદાન ચૂંટણી પંચ અને સરકારી ગાઇડલાઇન મુજબ પૂર્ણ કરાયું હતું જ્યારે ડભોઇ તાલુકાના મતદારો દ્વારા પોતાના ઉમેદવારોને ચૂંટાઈ લાવવા ઉત્સાહભેર મતદાન કરયું જેને લઇ મતદારોમાં અને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યું હતું સાથે 51 ગ્રામ પંચાયતોના ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ કરાયું હતું.ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રથમ બે કલાકમાં સરેરાશ 8 ટકા જેટલું મતદાન થયું છે.ડભોઇ તાલુકા ના વડજ,તેનતલાવ, કરનેટ,પારગામ,ચાણોદ, સહિત ગ્રામીણ વિસ્તારો ના મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને વહેલી સવાર થી જ વોટ આપવા લાંબી કતારો લાગેલી જોવા મળી રહી હતી.અંતે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂરું થતા તંત્ર એ રાહત નો શ્વાસ લીધો હતો.
રીપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)