જામનગર. : વિજરખી ગામે ઉમેદવારી નોંધાવેલ મહિલા દ્વારા ઉમેદવારી કરવાના વિરૂદ્ધ ધમકી ની નોંધાઈ ફરીયાદ

જામનગર તાલુકાની વિજરખી ગ્રામ પંચાયતની આજે ચૂંટણી શરુ થાય તે પૂર્વે ગત મોડીરાતે સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવનાર મહિલા સામુબેન બાબુભાઇ લીલાપરા નામના મહિલાના ઘરે ભરતસિંહ અમરસંગ ઝાલા, પ્રદીપસિંહ નવલસિંહ ઝાલા, યુવરાજસિંહ સરદારસિંહ પિંગળ તેમજ અન્ય એક અજાણ્યા સહીત ચાર શખ્સો પહોચ્યા હતા. ‘તારે અમારા સામે ચુટણી લડવી છે’ તેમ કહી મહિલાને જેમ ફાવે તેમ ગાળો બોલી આરોપી યુવરાજે મહિલાને જમણા હાથના બાવડામાં તથા ગળાની ડાબી બાજુ લાકડીનો ઘા મારી મુંઢ ઇજાઓ પહોંચાડી પ્રદીપસિંહે મહિલાના દિકરા અરવીંદભાઇને ડાબી આંખની નીચેના ભાગે તથા ડાબા પગના સાથળમાં એક-એક લાકડીનો ઘા મારી ઇજાઓ પહોંચાડી તેમજ અજાણ્યા ઇસમે ઢીકા પાટુનો માર મારી ઈજાઓ પહોચાડી હતી. માર મારી ચારેય ઇસમોએ ધમકી આપી હતી કે ‘ચુટણીમાં ઉમેદવારી કરશો તો જાનથી મારી નાખીશુ’ આ બનાવ બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈને પંચકોશી એ ડીવીજન પોલીસે રાત્રે વિજરખી પહોચી માતા-પુત્રને હોસ્પિટલ ખસેડી વધુ કર્યવાહી હાથ ધરી હતી, ત્યારબાદ મહિલાએ ચારેય ઈસમો સામે અલગ અલગ કલમો હેઠળ પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી