રાજુલા પોલીસ સ્ટેશન ના એ.એસ.આઈ.શ્રી હિંમતભાઈ રાઠોડને લાખ લાખ સલામ.

રાજુલા પોલીસ સ્ટેશન ના એ.એસ.આઈ.શ્રી હિંમતભાઈ રાઠોડને લાખ લાખ સલામ. કાયદો વ્યવસ્થા અને સલામતી ની કામગીરી કરતા પોલીસ ડીપાર્ટમેન્ટ ના કર્મચારીઓ સંકટની ઘડીમાં ખુબજ ઉમદા અને સરાહનીય કાર્ય કરતા હોવાના અદભુત બનાવો બનતા હોય છે,એવો એક બનાવ ગત તા.૨૧-૧૨ ને મંગળવાર રાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં રાજુલામાં બાયપાસ પાસે સુખનાથ મંદિર નજીક પસાર થઈ રહેલ અમીત સાંખટ,અને મીત સાંખટ નામના બંને ભાઈઓ એ બચાવો બચાવો નો અવાજ સાંભળી જતા,અંધારું હોય તેમના પિતાશ્રી સર્પ સંરક્ષણ મંડળના પ્રમુખ અશોકભાઈ ને મોબાઈલ થી જાણ કરતા, તેમણે રાજુલા પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ.તરીકે ફરજ બજાવતા હિંમતભાઈ રાઠોડને જાણ કરતા તાત્કાલિકજ પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ દાફડા ને લઈને બનાવના સ્થળે પાણીના ખાડામાં પડી ગયેલ ૬૨ વર્ષીય વયોવૃદ્ધ તવક્કલનગરમાં રહેતા ઉમેરભાઈ જુસબભાઈ જોખીયા ને બહાર લાવવા હિંમતભાઈ એ જીવની પરવા કર્યાં વિના પાણીના ખાડામાં જઈને સલામત રીતે બહાર કાઢી હેમખેમ પોતાના ઘરે પહોંચાડી એક માનવ જીંદગી બચાવવામાં સાહસિક કાર્ય કરી નિમિત્ત બનતા અતિ પ્રશંસનીય કાર્ય કરીને હિંમતભાઈ પોલીસ બેડાનું ગૌરવ વધાર્યું છે. આ રેસ્ક્યું દરમ્યાન બનાવના સ્થળે અંધારપટ હોય ગેરેજવાળા વિજયબાપુએ બેટરીથી અંજવાળું સતત શરૂ રાખતા આ કાર્યમાં મદદરૂપ બન્યા હતા
રિપોર્ટ અતુલ શુક્લ દામનગર.