સુવાગઢ ગામના સરપંચ તરીકે ચૂંટાતા આશાસ્પદ યુવાન

સુવાગઢ ગામના સરપંચ તરીકે ચૂંટાતા આશાસ્પદ યુવાન મુકેશભાઈ ડાભી. ગુજરાતમાં યોજાયેલ સરપંચોની ચૂંટણીમાં અમરેલી જીલ્લાના લાઠી તાલુકાનું છેલ્લું ગામ ( અમરેલી જીલ્લાની સરહદ ) દામનગર તાબાના સુવાગઢ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તરવરિયા અને કોઠાસૂઝ ધરાવતા ૩૭ વર્ષીય યુવાન મુકેશભાઈ ડાભી ને ૨૨૨ મત મળતાં ૩૩ મત થી જીત મળતા સરાંચ તરીકે ચૂંટાઈ આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.મુકેશભાઈ એ જણાવેલ કે અમારા ગામના લોકોની સુખાકારી માટે સરકારમાંથી આવતી ગ્રાંટનો વ્યવસ્થિત આયોજનથી જરૂરિયાત મુજબ વિકાસ કરાશે. ગામને રળિયામણું બનાવવા માટે સૌને સાથે રાખીને પાણી,રસ્તા,લાઈટ,જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે સંકલ્પબદ્ધ થઈને કાર્યો કરીશું.તેમજ લાંબા રૂટની એસ.ટી.બસો મળે તે માટે વહીવટી તંત્રમાં રજૂઆતની શરૂઆત કરી ,તેમજ જરૂરિયાતમંદ ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે સંકલનમાં રહી સરળતાથી કામો કરીશું.૩૭ વર્ષીય મુકેશભાઈ ડાભી ની જીત થી ગામમાં નવી આશાઓનો સંચાર થયો છે.
રિપોર્ટ અતુલ શુક્લ દામનગર.