ડભોઈ : લોકોના આરોગ્ય સુખાકારી માટે નિઃશુલ્ક હોમિયોપેથીક સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

” ડભોઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરજનોની આરોગ્ય સુખાકારી માટે નિઃશુલ્ક હોમિયોપેથીક સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
આજરોજ દર્ભાવતી(ડભોઈ) ખાતે ડભોઈ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જે.એન.હોમિયોપેથીક મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ પારૂલ યુનિવર્સિટીના સહયોગથી ઝારોલા વાડી, ડભોઈ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું,જે કેમ્પ નો સમય સવારે 10 થી 1 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો.આ પ્રસંગે ડભોઇ ની જનતા એ મોટી સંખ્યા માં આ કેમ્પ નો લાભ લીધો હતો.કેમ્પ બાદ વિના મૂલ્યે હોમીઓપેથીક સારવાર તેમજ અન્ય સુવિધા માટે દર્દીઓ ને વાઘોડિયા તાલુકા ના લીમડા ગામ ખાતે આવેલ જવાહરલાલ નહેરુ હોમીઓપેથીક મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલમાં થી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા એ હાજરી આપી, દીપ પ્રાગટ્ય કર્યું હતું.આ પ્રસંગે જિલ્લાના મહામંત્રીશ્રી બી.જે.બ્રહ્મભટ્ટ, ડભોઈના આગેવાન શશીકાંત ભાઈ પટેલ, ડભોઈ નગર ભાજપના પ્રમુખ ડો.સંદિપભાઈ શાહ, ડભોઈ નગર ભાજપના મહામંત્રી વંદનભાઈ પંડ્યા, મહામંત્રી અમિતભાઈ સોલંકી, તેમજ ડભોઈ નગરના આગેવાનો અને નગરજનો હાજર રહ્યા હતા.
રીપોર્ટ:- ચિરાગ (રાજુ ઘેટી)