પાલનપુર પોલીસ હેડ કવાર્ટર ખાતે સાઈકલોથોન રેસ યોજાઇ

સાયકલોથોન-૨૦૨૧ ફીટ ઇન્ડિયા ફીટ ગુજરાત મૂવમેન્ટ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતેથી શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ લીલીઝંડી આપી સાઈકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતુ. સ્વસ્થતા દ્વારા બિન ચેપી રોગોથી મુક્તિના સંદેશને ઉજાગર કરતા સાયકલ સવારોને મંત્રીશ્રીએ પ્રોત્સાહિત કર્યા હતા.
આ સાયકલોથોન-૨૦૨૧ ફીટ ઇન્ડિયા ફીટ ગુજરાત રેલી પાલનપુર પોલીસ હેડક્વાર્ટરથી શ્રી ગલબાભાઇ નાનજીભાઇ પટેલના પુતળા પાસે થઈ ઠક્કરબાપા છાત્રાલય આગળથી લાયન્સ હોસ્પિટલ, ગોબરી રોડથી જગાણાથી બનાસ ડેરી થઇ અર્બન હેલ્થ સેન્ટર-૨ પોલીસ હેડક્વાર્ટર પરત ફરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એસ. એન. દેવ, એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડો. એન. કે. ગર્ગ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ર્ડા. દિપક અનાવાડીયા, પાલનપુરન જાણિતા તબીબ શ્રી ગિરધરભાઇ પટેલ સહિત આરોગ્ય કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સાયકલ સવારો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા (થરાદ)