શ્રી સાઈ સેવક પદયાત્રા સમિતિ દ્વારા આયોજિત ચાંદોદ થી શિરડી 40 જેટલા સાઈ ભક્ત પગપાળા જવા રવાના થયા

શ્રી સાઈ સેવક પદયાત્રા સમિતિ દ્વારા આયોજિત ચાંદોદ થી શિરડી 40 જેટલા સાઈ ભક્ત પગપાળા જવા રવાના થયા.
દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર યાત્રાધામ ચાંદોદ થી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સાઈ સેવક પદયાત્રા સમિતિ દ્વારા ચાંદોદ થી શિરડી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે ૨૩ વર્ષ પૂર્ણ કરી 24 માં વર્ષમાં મંગલ પ્રવેશ ની સાથે જ 40 જેટલા સાઈ ભક્તો ચાણોદ થી શિરડી પગપાળા જવા રવાના થયા હતા ત્યારે ગઈકાલે શ્રી સાઈ સેવક પદયાત્રા સમિતિ દ્વારા સાઈબાબાની તરવાડી ટેકરા સાઈ મંદિર થી નગરમાં પાલખીયાત્રા તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સાઈ પદયાત્રામાં ચાણોદ,કરનાળી,વડોદરા,બોજાદરા,પાલાસણિ,માંડવા સહિત ગામમાંથી યુવાનો આ સંઘમાં પગપાળા ચાંદોદ થી શિરડી જવા માટે જોડાયા હતા જેમાં પેહલા દિવસે નર્મદાજી ક્રોસ કરી રાજપીપળા થઈને ખામર મુકામે પહેલી નાઈટ કરવામાં આવશે પછી નેત્રંગ,નવાપુરા,ઉકાઈ,મનમાંડ,કોપર ગાવ થી શિરડી પોહચશે આ સંઘ 10 દિવસ માં શિરડી મુકામે પોહચશે દરરોજનું 35 થી 40 કિલોમીટર નું અંતર પગપાળા સંઘના સાંઈ ભક્તો ચાલતા હોય છે.
રીપોર્ટ:- ચિરાગ (રાજુ ઘેટી)