કડીમાં રીક્ષા અને ગાડી વચ્ચે અકસ્માત : 10 માસના બાળકે પિતાની છત્ર છાયા ગુમાવી

– વર્ષના છેલ્લા દિવસે પરિવારે એક ના એક પુત્ર ને ગુમાવ્યો
– કડી થોળ રોડ પર સર્જાયો અકસ્માત
મહેસાણા જિલ્લા માં વર્ષ ના અંતિમ રાત્રે કડી તાલુકા માં માર્ગ અકસ્માત ની ઘટના સર્જાઈ હતી જેમાં કડી ના થોળ રોડ પર રીક્ષા અને બોલેરો ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માત માં એક યુવાન નું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું યુવાન ના મોત થી સમગ્ર પરિવાર શોકમય બન્યો હતો
કડી થોળ રોડ પર ગત રાતે દશ વાગ્યા ના આસપાસ ના સમય ગાળા દરમિયાન થોળ રોડ પર આવેલ અબુંજા ફેકટરી પાસે એક રીક્ષા અને એક બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત માં 23 વર્ષીય પટણી ભીખુ ભાઈ ને ઈજાઓ પહોંચી હતી જ્યાં તેને સારવાર માટે કડી ની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન રીક્ષા ચાલક યુવાન નું મોત નીપજ્યું હતું જોકે રીક્ષા માં સવાર અન્ય એક વ્યક્તિ ને ઈજાઓ પહોંચતા સારવાર માટે અમદાવાદના સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો.
મૃતક ભીખુભાઇ પોતાના પરિવાર માં એકના એક હતા તેમજ તેમના લગ્ન ત્રણ વર્ષ અગાઉ થયા હતા જોકે લગ્ન જીવન દરમિયાન મૃતક ભીખુભાઇ ને એક દશ મહિનાનો દીકરો પણ છે હાલ માં આ દીકરાએ પણ પોતાના પિતાની છત્ર છાયા ગુમાવી છે પરિવાર માં એક ના એક દીકરા ના મોત ના સમાચાર મળતા પરિવાર શોકમય બન્યો છે.