થરાદ તાલુકાના જેતડા મુકામે સેવા સેતુ કાર્યક્રમ

જેતડા પે .કે .શાળા માં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
થરાદ તાલુકાના જેતડા ગામમાં આજરોજ તારીખ .4.1.2022.ના રોજ ગુજરાત સરકાર દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ માં 12 જેટલા ગામો એ ભાગ લીધો હતો જેને લઇને થરાદ મામલતદાર દરજી સાહેબ તથા ટીડીઓ સાહેબ તથા તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકાના ડેલિકેટ વખતાજી રાજપુત તથા જેતડા ગામ ના નવા સરપંચ માવાજી રાજપુત તથા તમામ વિભાગના કર્મચારીઓ તથા ગામના આગેવાનો તથા જેતડા શાળા ના શિક્ષક સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા.
રેશન કાર્ડને લગતી આધાર કાર્ડ કામગીરી હેલ્થ કાર્ડ આવક ના દાખલા કામગીરી હાથ ધરી હતી આ ને લગતી વિવિધ અરજીઓનો નિકાલ કર્યો હતો ત્યારબાદ શાળાના આચાર્ય દ્વારા સમગ્ર અધિકારીઓ તથા ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો
રીપોર્ટ :હમીર ભાઈ રાજપુત ( લાખણી )