કેન્દ્રીય બજેટ ને આવકારતા જનકભાઈ તળાવીયા

કેન્દ્રીય બજેટ ને આવકારતા જનકભાઈ તળાવીયા
Spread the love

નાણાંમંત્રી શ્રીમતિ નિર્મલા સીતારમણજી એ વર્ષ ૨૦૨૨-૨૩ના રજુ કરવામાં આવેલા બજેટ ને આવકારતા ભાજપ અગ્રણી શ્રી જનકભાઈ પી તળાવીયા

અમરેલી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ નાણાંમંત્રી શ્રીમતિ નિર્મલા સીતારમણજી એ વર્ષ ૨૦૨૨-૨૩ના રજુ કરવામાં આવેલા બજેટ ને આવકારતા ભાજપ અગ્રણી શ્રી જનકભાઈ પી તળાવીયા
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારના નાણાંમંત્રી શ્રીમતિ નિર્મલા સીતારમણ જી એ વર્ષ ૨૦૨૨-૨૩ નું બજેટ રજૂ કર્યું હતું આ બજેટમાં તમામ વર્ગના લોકોને ધ્યાન મા રાખી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું પીવાના પાણી તેમજ સિંચાઈ માટે વાપરવાના પાણી માટે તાપી અને નર્મદા નદી ને જોડવાનું કાર્ય શરૂ કરવામાં આવશે, ખેડુતોને આવકમાં વધારો કરવા અને વધારે પાકની ઉપજ માટે ઓર્ગેનિક અને ડિજિટલ ખેતી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, તેમજ ખેડૂતોને વધારાની આવક પ્રાપ્ત થાય તે માટે ૨.લાખ ૩૭ હજાર કરોડ ના ખર્ચે ટેકાના ભાવથી ખેડૂતોનું અનાજ ની ખરીદી કરવામાં આવશે. તેમજ નવા રસ્તાઓ, ડ્રેનેજ લાઈન, નવા ઉદ્યોગો, મેક ઈન ઈન્ડિયા દ્વારા ૬૦ લાખ લોકોને રોજગારી ની તક મળશે, પ્રધામંત્રીશ્રી આવાસ યોજના હેઠળ ૮૦ લાખ લોકોને મકાન સહાય આપવામાં આવશે. હીરા ઉદ્યોગમા મોટી રાહત આપવામાં આવી છે, તેમજ આગામી 3વર્ષ દરમિયાન ૪૦૦ નવી વંદે ભારત ટ્રેન વિકસાવવા તેમજ નિર્માણ કરવામાં આવશે આઝાદીનાં ૧૦૦ વર્ષ માટેના બજેટ માટેની રૂપરેખા તૈયાર કરવામાં આવતાં આ તમામ વર્ગના લોકો ધંધા રોજગાર ની નવી તકો ખેડુતોને આવકમાં બમણો વધારો જેવી બાબતોનું ખાસ ધ્યાન રાખી કરવામાં આવેલા બજેટ ને ભાજપ અગ્રણી અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી જનકભાઈ પી તળાવીયા દ્વારા આવકારવામાં આવ્યુ.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG_20220201_215910.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!