સ્માર્ટફોન ખરીદવા સરકાર આપી રહી છે સહાય, જામનગરના ખેડૂતોને ૧૫લાખ રૂપિયાની ચુક્વણી

જામનગર: સરકારની સ્માર્ટફોન સહાય યોજના હેઠળ જામનગર જિલ્લાના 264 ખેડૂત લાભાર્થીઓને રૂપિયા 15 લાખથી વધુની સ્માર્ટફોન ખરીદી સહાય ચૂકવણી કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ખેડુત રાજેશભાઈ ભુત ઉપસ્થિત રહ્યા હતા જેઓને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સ્માર્ટફોન યોજનાની સહાય અપાઈ હતી. તો જામનગરમાં પણ કલેકટર કચેરીના સભાખંડ તથા ખેડુત તાલીમ કેંદ્ર ખાતે સ્માર્ટફોન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ રાજ્યમાં ખેડુતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મક સહાય વિતરણ કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી મુકેશ પટેલ, મંત્રી કુબેર ડિંડોર, મંત્રી દેવા માલમની હાજરીમાં નર્મદા હોલ, ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ હેઠળ જામનગર જિલ્લામાં પણ કલેકટર કચેરીના સભાખંડ તથા ખેડુત તાલીમ કેંદ્ર ખાતે સ્માર્ટફોન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
જામનગર જિલ્લાના 264 ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટફોન યોજના સહાયનો 15.08 લાખનો લાભ આપવામાં આવ્યો છે. આ પ્રસંગે કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે સ્માર્ટફોન યોજનાના લાભો ખેડુતોને આંગળીના ટેરવે મળતા થતા ખેડુતો ખેતીલક્ષી માહિતી મોબાઈલ દ્વારા સરળતાથી મેળવી શકશે અને તેનો લાભ પોતાની ખેતીમાં કરતા થશે. આ યોજના થકી જેનો લાભ વ્યાપક બનશે અને સરકારની યોજના થકી ખેડુતો તેની ખેતીમાં પ્રગતી કરશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં સ્માર્ટફોન ખરીદ કરેલ હોય તેવા 110 જેટલા ખેડૂતો બન્ને સ્થળે હાજર રહેલ હતા જ્યાં જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી અધિકારી બી.એમ.આગઠ તથા તેમની ટીમ દ્વારા ગ્રામસેવકો તથા વિસ્તરણ અધિકારી સાથે બન્ને સ્થળ પર ખેડુતોને હાજર રાખી રાજ્ય કક્ષાએથી પ્રસારિત થયેલ કાર્યક્રમ નિહાળ્યો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756