લાઠી બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનાના માર્ગો સાડા છ કરોડના ખર્ચે કાયાપલટ કરાશે

લાઠી બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનાના માર્ગો સાડા છ કરોડના ખર્ચે કાયાપલટ કરાશે
Spread the love

લાઠી બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનાના માર્ગો સાડા છ કરોડના ખર્ચે કાયાપલટ કરાશે

રાજ્ય સરકારમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની સફળ રજુઆત

ગ્રામ્ય વિસ્તારોમાંમાં વર્ષોજુના નોન પ્લાન માર્ગો મંજુર થતા લોકોમાં રાહત ની લાગણી પ્રસરી

બાબરા લાઠી દામનગર વિસ્તારમાં રાજ્ય સરકાર હસ્તક અને જિલ્લા પંચાયતના હસ્તકના માર્ગોનું કાયાપલટ કરવા માટે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર રાજ્ય સરકારમાં સતત રજુઆત કરી માર્ગો મંજુર કરાવતા લોકોમાં આનંદ ની લાગણી જોવા મળી રહી છે
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે બાબરા તાલુકાના નાનીકુંડલ- ઇતરિયા નોન પ્લાન માર્ગ આશરે ૪ કિલોમીટરનો સાડાપાંચ કરોડના ખર્ચે મંજુર કરાવ્યો છે તેમજ હીરાણા એપ્રોચ માર્ગ આશરે ૩ કિલોમીટરનો રોડ ૬૦ લાખના ખર્ચે અને જામબરવાળા-હીરાણા માર્ગ ૪ કિલોમીટરનો ૮૦ લાખના ખર્ચે રાજ્ય સરકારમાં મંજુર કરાવી વર્ક ઓડેર ઇશ્યુ કરાવતા ગામના સ્થાનિક લોકોમાં રાહત ની લાગણી પ્રસરી ગઈ હતી
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે લોકોની પ્રાથમિક સુવિધાઓ માટે સતત પ્રયત્નશીલ રહ્યો છુ ઉપરોક્ત ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની અને અગ્રણીઓની માંગણીઓ અનુસાર સાડા છ કરોડના ખર્ચે રોડ બનાવવાની રજુઆત રાજ્ય સરકારમાં કરવામાં આવી હતી જેની સફળ રજુઆતના કારણે તમામ માર્ગો રાજ્ય સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યા છે અને વર્ક ઓડેર પણ ઇશ્યુ કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં રોડનું કામ શરૂ કરવામાં આવશે અહીં ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓ નવા બનતા લોકોને જુના અને બિસમાર માર્ગોમાંથી છુટકારો મળશે તેમ અંતમાં ધારાસભ્ય ઠુંમરે જણાવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Z.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!