સિક્કામાં ચાર શખ્સો ની જાહેરમાં જુગારની મોજ માણતા પોલીસ સકંજામાં
જામનગર તાલુકાના સિક્કા ગામે મદીના મસ્જીદ પાસે જાહેરમાં તીન પતીનો જુગાર રમતા ચાર સખ્સોને સ્થાનિક પોલીસે આંતરી લીધા હતા. પોલીસે ચારેય સખ્સોના કબજામાંથી રૂપિયા છ હજાર ઉપરાંતની રોકડ કબજે કરી જુગારધારાઓ મુજબ કાર્યવાહી કરી હતી.
જામનગર નજીકના સિક્કા ગામે મદીના મસ્જીદ વાળી ગલીમાં ઇરાનીપાળામા, અબાસ ગલોપના ઘર નજીક, મદીના મસ્જીદ વાળી ગલીમા અમુક સખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને જાણ થઇ હતી. જેને લઈને પોલીસે ઉપરોક્ત સ્થળે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન અબાસ ઉર્ફે ગલોપ જાકુબ પાલાણી રહે સીકકા ઇરાની લતો મદીના મસ્જીદ પાસે તા.જી જામનગર, આમદ અબ્દુલ ગજીયા રહે સીકકા મોટોપળ પાસે, જુનુબાલમંદીર ભગાડવાસ તા.જી જામનગર, શબીર સલીમ સુંભણીયા રહે સીકકા નાજસીનેમા પાછળ વાડીનાર વીસ્તાર તા.જી જામનગર, મનોજ કાંતીભાઇ દાવદરા રહે સીકકા હાઉસીંગ બોર્ડ બાપાસીતારામ ના મંદીર પાસે તા.જી જામનગર વાળા સખ્સો જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીત કરી જુગાર રમતા આબાદ મળી આવ્યા હતા. પોલીસે ચારેયના કબ્જામાંથી રૂપિયા 6240ની રોકડ કબજે કરી હતી. પોલીસે ચારેય સામે જુગારધારા મુજબ ફરિયાદ નોંધી અટકાયત કરી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756