સલાયાના ૨૫ કરોડના ડ્રગ્સકાંડ માં ફરારી નામીચો કઠીયારો ઝડપાયો

દેવભુમી દ્વારકા જિલ્લાના સલાયા ગામેથી ચારેક વર્ષ પૂર્વે ૫ કિલો જેટલું પચ્ચીસ કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. જેમાં જુદા-જુદા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મદદગારીમાં એક આરોપી બસીર કુંગડા ઉર્ફે રાજા કઠિયારો છેલ્લા ચાર વર્ષથી ફરાર હતો. જેમાં લાંબા સમયથી ફરાર હોવાના કારણે જુદી-જુદી તપાસ એજન્સીઓએ તપાસમાં ઝુકાવ્યું હતું.
ગઇ મોડી સાંજે દ્વારકા જિલ્લા પોલીસવડા સુનિલ જોશીના માર્ગદર્શન હેઠળ દ્વારકા એસ.ઓ.જી. પી.આઈ જે.એમ.પટેલ તથા એસઓજીની ટીમને સાથે રાખી દેશની મોટી તપાસ એજન્સી એનઆઇએ સલાયામાંથી આરોપી બસીર કુંગડા ઉર્ફે રાજા કઠીયારોને ઝડપી પાડતા દ્વારકા જિલ્લામાં ખળભળાટ સાથે સલાયામાં ભારે સન્નાટો છવાઈ ગયો હતો.
પકડાયેલ આરોપીને વધારે પૂછપરછ માટે એનઆઇએ ટીમ અમદાવાદ પરત લઈ જતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આમ લાંબા સમયથી ફરાર આરોપી છેલ્લા ચાર વર્ષમાં કયા રોકાયો હતો અને ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો કે કેમ? તે સહિતના મુદે્ તેની આકરી પૂછતાછ બાદ વધુ વિગતો બહાર આવે તેવી સંભાવના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભુતકાળમાં સલાયા દાણચોરી માટે કુખ્યાત બન્યુ હતું ત્યારબાદ તાજેતરમાં જ દ્વારકા પોલીસ સહિતની ટુકડીઓ દ્વારા સધન તપાસ કરીને ખંભાળીયા, સલાયા, નાવદ્રા વિસ્તારમાંથી ડ્રગ્સનો જંગી જથ્થો પકડી પાડયો હતો, રાજયમાં ભારે ખળભળાટ મચાવનાર દ્વારકા જીલ્લાના સલાયાના કરોડોના ડ્રગ્સ પ્રકરણમાં સલીમ કારા સહિતનાઓની એક પછી એક સંડોવણી ખુલી હતી, આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી મધદરીયે ડીલેવરી થઇ હતી જેમાં જસરાયા બંધુઓ પકડાયા હતા, દરમ્યાનમાં કનેકશન મોરબી સુધી ખુલ્યુ હતું, જામનગરમાં પણ મરીન વિસ્તારમાં ડ્રગ્સનો છુપાવેલો જથ્થો મળ્યો હતો.
જે તે વખતે ૨૦૧૮ની સાલમાં ડ્રગ્સનો જથ્થો સલાયામાંથી મળી આવતા ભારે ચકચાર ફેલાઇ હતી, આરોપીઓને પકડી લીધાના અને નામીચા શખ્સ રાજા કઠીયારાની સંડોવણી ખુલી હતી, દરમ્યાન દ્વારકા એસઓજી અને એનઆઇએની ટીમને સફળતા મળી હતી, આરોપીને પકડીને ગઇકાલે વધુ પુછપરછ માટે અમદાવાદ લઇ જવામાં આવ્યો છે જયાં ડ્રગ્સ સબંધે પુછપરછ ચલાવવામાં આવી રહી છે, આ તપાસમાં જુદી જુદી તપાસ એજન્સીઓએ ઝુકાવ્યું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756