જામનગર : આરબલુસ નજીક અકસ્માતગ્રસ્ત કારમાંથી મળ્યો દારુનો જથ્થો

જામનગર : આરબલુસ નજીક અકસ્માતગ્રસ્ત કારમાંથી મળ્યો દારુનો જથ્થો
Spread the love

લાલપુર તાલુકાના આરબલુસ ગામથી નકટા પાવરીયા પાસે આઇ-૨૦ કારના ચાલકે પુરઝડપે ચલાવીને ઇલેકટ્રીક પોલ સાથે અથડાવીને ભાગી છુટયો હતો, દરમ્યાન અકસ્માતગ્રસ્ત કારની પોલીસે તલાશી લેતા તેમાથી અંગ્રેજી દારુની ૨૩૦ બોટલ મળી આવી હતી, કુલ ૪.૧૫ લાખનો મુદામાલ કબ્જે કરી ગાડીના ચેસીસ નંબરના આધારે તપાસ લંબાવવામાં આવી છે, જયારે જામનગરના પટેલ કોલોનીમાં દારુની પાંચ બોટલ મળી આવી હતી, જયારે આરોપી રફુ ચકકર થઇ ગયો હતો.
લાલપુરના આરબલુસ ગામની સીમમાં નકટા પાવરીયા પાસે ગઇકાલે આઇ-૨૦ ગાડીના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી પોતાની તથા રાહદારીઓની જીંદગી જોખમાય તે રીતે ચલાવીને સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી ઇલેકટ્રીક પોલ સાથે અથડાવી હતી.

આઇ-૨૦ ગાડી પોલમાં અથડાવી ચાલક ગાડી મુકીને નાશી ગયો હતો, આ અંગેની જાણ થતા લાલપુર પોલીસ ટુકડી દ્વારા તપાસ કરતા અકસ્માતગ્રસ્ત કારના ચેસીસ નંબર અને એન્જીન નંબર જોતા અને તલાશી લેતા ગાડીમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારુની ૨૩૦ બોટલ મળી આવી હતી. ૧.૧૫ લાખની કિમતનો દારુ અને ૩ લાખની કિંમતની ગાડી મળી કુલ ૪.૧૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

આ બનાવ અંગે લાલપુરના પીએસઆઇ ડી.એસ. વાઢેરની સુચનાથી આઇ-૨૦ ગાડીના ચેસીસ નંબરના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે, દરમ્યાનમાં લાલપુરના હેડ કોન્સ. બળભદ્રસિંહ જાડેજા દ્વારા પોલીસ સ્ટેશનમાં આઇટી-૨૦ ફોરવ્હીલ કારચાલક સામે પ્રોહી., એમવી એકટ મુજબ ફરીયાદ નોંધી હતી.

તેમજ અન્ય એક દરોડામાં જામનગરની પટેલ કોલોની શેરી નં. ૫, રોડ નં. ૧/૨ની વચ્ચે બંસી પરિશ્રમ રેસીડેન્સીની સામે રહેતા સચીન વિનોદ શીપરીયાના ભોગવટાના મકાનમાંથી અંગ્રેજી દારુની પાંચ બોટલ મળી આવી હત, દરોડા વખતે આરોપી હાજર મળી આવ્યો ન હતો, જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Picsart_22-02-24_21-49-43-677.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!