જામનગર માં પિપળેશ્ર્વર મહાદેવને ચાંદીના આભુષણો કરાશે અર્પણ

જામનગર : મહા શિવરાત્રીના રોજ જામનગરના શ્રી પિપળેશ્વર મહાદેવને દાત્તાઓના સહયોગથી ચાંદીની જલાધારી, મુખારવીંદ તેમજ ધ્વજાદંડ અર્પણ કરવામાં આવશે. જામનગરમાં સેન્ટ્રલ બેંક રોડ, ધ્રુવ ફળી ખાતે આવેલ અતિપૌરાણિક પિપળેશ્વર મહાદેવ મંદિર માટે શ્રી પિપળેશ્વર મહાદેવ મિત્ર મંડળના યુવકો તેમજ મંડળના યુવા એડવોકેટ પાર્થ દિનેશભાઇ સામાણીએ દાતાઓ પાસે ચાંદીની જલાધારી, મહાદેવજીના ચાર મુખવાળા મુખારવીંદ તેમજ મંદિરના શિખર ઉપર ધ્વજાદંડ માટે ટહેલ કરી હતી.
આ દાતાઓ તરફથી 50 ગ્રામ ચાંદી અથવા 50 ગ્રામ ચાંદીના રોકડ રૂપિયાની ભેટ આપવામાં આવી હતી. મંદિરમાં સેવા-પૂજા કરવા આવતા દરેક દાતાઓ અને શિવભક્તોએ શ્રી પિપળેશ્વર મહાદેવજીની ઇચ્છા સમજજીને અમારા મંડળની ટહેલને પુરેપુરૂં સમર્થન આપી શિવજીના આ ત્રણેય આભુષણોને અર્પણ કરવાથી ચાંદીની/રોકડ રકમની ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતાં.
આ મંડળ દ્વારા ત્રણેય મહાદેવજીના આભુષણોને બનાવીને તા.1/3/2022 મહાવદ-14 ને શિવરાત્રીના રોજ મહાદેવજીની શાસ્ત્રોક્ત વિધી મુજબ પૂજા કરવામાં આવશે. આ પૂજાના મુખ્ય યજમાન આ મંડળના યુવા એડવોકેટ પાર્થ ડી.સામાણી તેમજ નંદનભાઇ આર.ભટ્ટ અને તેમના પત્ની અંજલીબેન નંદનભાઇ ભટ્ટ, જતિન એસ.વારિયા તથા લતાબેન જતિનભાઇ વારિયા તથા લતાવાસીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધી મુજબ પૂજા-અર્ચના કરી પિપળેશ્વર મહાદેવજીને અર્પણ કરવામાં આવશે. જામનગરવાસીઓએ તા.1/3/2022, મંગળવારને શિવરાત્રીના રોજ સવારના 10:00 વાગ્યાથી 12:00 સુધી પધારવા અનુરોધ કરાયો છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756