જામનગર ના લાલપુર ચોકડી પાસેથી દેશી તમંચા સાથે એક ઝડપાયો

જામનગરની ભાગોળે લાલપુર ચોકડી પાસેથી એસઓજી પોલીસે એક પરપ્રાંતિય શખ્સને દેશી તમંચા સાથે પકડી પાડ્યો છે. જીઆઇડીસી વિસ્તારમાં મજૂરી કામ કરતા આ શખ્સના કબ્જામાંથી હથિયાર હાથવગુ કરી પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી છે. આ હથિયાર ક્યાંથી અને કેટલા સમયથી આરોપી પાસે છે? હથિયાર દ્વારા કોઇ ગુન્હો આચરવામાં આવ્યો છે કે કેમ?
તેનો તાગ મેળવવા માટે આરોપીને પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. જામનગર નજીક લાલપુર ચોકડી પાસે અન્ય જિલ્લામાંથી આવેલો શખ્સ દેશી તમંચા સાથે દડિયા ગામ તરફ જવાના નવાપુલ પાસે ઉભો હોવાની એસઓજી પોલીસ દફતરના સ્ટાફને ચોક્કસ હકીકત મળી હતી. આ હકીકતના આધારે પોલીસે દરોડો પાડી ઉપરોક્ત સ્થળેથી મંજૂલ રાજુભાઇ કુશવાહ નામના શખ્સને પકડી પાડ્યો હતો. પોલીસે આ શખ્સની તલાશી લેતાં તેના કબ્જામાંથી રૂા.7000 ની કિંમતનો દેશી તમંચો મળી આવ્યો હતો.
પોલીસે આ હથિયાર કબ્જે કરી આરોપીની અટકાયત કરી પંચકોષી બી ડિવિઝન પોલીસ દફતરમાં આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરાવી હતી. જેને લઇને પંચકોષી બી ડિવિઝન પોલીસે આ શખ્સની વિધીવત પૂછપરછ કરવા માટે કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. રિમાન્ડ દરમિયાન આ હથિયાર ક્યાંથી અને કેટલા સમયથી આરોપી પાસે છે? હથિયાર દ્વારા કોઇ ગુન્હો આચરવામાં આવ્યો છે કે કેમ? સહિતની બાબતોનો તાગ મેળવવામાં આવશે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756