જૂની પેન્શન યોજના લાગુ કરવા રેવન્યુ તલાટી તેમજ જિલ્લા શિક્ષક સંઘ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી બ્લેક ડે ઉજવી વિરોધ નોંધાવ્યો

જૂની પેન્શન યોજના લાગુ કરવા રેવન્યુ તલાટી તેમજ જિલ્લા શિક્ષક સંઘ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી બ્લેક ડે ઉજવી વિરોધ નોંધાવ્યો*
ડભોઇ તાલુકા પ્રાથમિક ,માધ્યમિક,તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો કર્મચારીઓ તેમજ જિલ્લા રેવન્યુ તલાટી એસોસિએશન દ્વારા નવી પેન્શન યોજના નો વિરોધ કરી જૂની પેન્શન યોજના અમલ માં લાવવા કાળી પટ્ટી ધારણ કરી 1 એપ્રિલ ના રોજ બ્લેક ડે તરીકે મનાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.વડોદરા જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા જિલ્લા ની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ના આચાર્યો તેમજ તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ દ્વારા આજરોજ જૂની પેન્શન યોજના અમલ માં લાવવા કાળી પટ્ટી ધારણ કરી બ્લેક ડે તરીકે ઉજવવા માં આવ્યો હતો.તેમજ ગુજરાત રાજ્યની તમામ મહેસૂલી કચેરી માં ફરજ બજાવતા મહેસુલી તલાટી ઓ NOPRUF ગુજરાત સ્ટેટ ની ટીમ દ્વારા રાજ્ય ના તમામ NPS કર્મચારીઓ માટે નવી વર્ધિત પેન્શન યોજનાને સ્થાને જુની પેન્શન લાગુ કરવા અનુસંધાને સરકાર માં રજૂઆતો કરી હતી અને 1 એપ્રિલ ના રોજને કાળા દિવસ તરીકે નવી પેન્શન નિતિ ના વિરોધ માં મનાવવામાં આવી હતી. ૧-૪-૨૦૦૫ ના રોજ થી આ નવી પેન્શન યોજના અમલમાં લાવી ગુજરાત દ્વારા કર્મચારીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે જેને લઈ ૧-૪-૨૦૨૨ ના રોજ નવી વર્ધિત પેન્શન યોજના નો વિરોધ પ્રદર્શિત કરવા કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી વિરોધ નોંધાવ્યો હતો.
રીપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756