વિદેશી દારૂની હેરાફેરી: દાહોદના કતવારામાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો, 2.76 લાખનો દારુ જપ્ત, 15 આરોપીઓ ઝડપાયા

મોબાઈલ સાથે 3.38 લાખનો મુદ્દામાલ જપ્ત, હજી પાંચ આરોપીઓ ફરાર
દાહોદ તાલુકાના કતવારા ગામેથી ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સ ટીમને મળેલી બાતમીના આધારે એક મકાનમાં ઓચિંતી રેડ પાડી હતી. પોલીસે વિદેશી દારૂનો કુલ રૂપિયા 2 લાખ 76 હજાર 045ના જથ્થા સાથે રોકડ રૂપિયા વિગેરે મળી કુલ રૂપિયા 3 લાખ 38 હજાર 115ના મુદ્દામાલ સાથે 15 શખ્સોની અટકાયત કરી હતી.
ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમને મળેલી બાતમીના આધારે દાહોદ તાલુકાના કતવારા ગામે નિનામા ફળિયામાં ઓચિંતી રેડ પાડતા વિસ્તારમાં નાસભાગના દૃશ્યો સર્જાઈ જવા પામ્યા હતા. પોલીસે એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. 2605 કિંમત રૂપિયા 2 લાખ 76 હજાર 045, રોકડા 35 હજાર 570 રૂપિયા મળી અને 9 મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 3 લાખ 38 હજાર 115નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
સ્થળ પરથી જોરસિંગભાઈ બારીયા, સંદીપભાઈ બારીયા, ગોરધનભાઈ મખોડીયા, ભારતીબેન મખોડીયા, કલ્પનાબેન, રાજુભાઈ અમલીયાર, મિથુનભાઈ અમલીયાર, તેરસીંગભાઈ હુંઢીયા, રમેશભાઈ ગુઢીયા, જવલાભાઈ ગહવાલ, મહેશભાઈ માવી, સમસુભાઈ મેરા, બડીયાભાઈ ભાભોર અને નબળા ભાઈ હઠીલાનાઓને પોલીસે ચારે તરફથી ઘેરી લઇ ઝડપી પાડ્યા હતા. જ્યારે વોન્ટેડ આરોપીઓ તરીકે પ્રવીણ કસનાભાઇ મકોડીયા, અરવિંદ કસનાભાઇ મખોડીયા, રાહુલ અરવિંદભાઈ મખોડીયા, અમિત અરવિંદભાઈ મખોડીયા અને નટુ મેડા વિરુદ્ધ પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ: નીલેશ.આર .નીનામા
દાહોદ જિલ્લા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756