‘રામનવમી’ ના પર્વને અનુલક્ષીને ભક્તિફેરી નું વધુ એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન

છોટીકાશી’ની ઉપમા પામેલા જામનગર શહેરમાં આ વર્ષે 41મા વર્ષની રામસવારીની શોભાયાત્રાને વિશેષ બનાવવાનો માહોલ સર્વત્ર છવાયો છે. દરમિયાન આ વર્ષે હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા રામનવમીના મહાપર્વને રંગેચંગે યોજવાનું આયોજન કરાયું છે.હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ મિત્ર મંડળના સંયુક્ત સહયોગથી ચાર દસકાથી રામનવમી ના પાવનકારી પર્વ નિમિત્તે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજવામાં આવે છે. જેમાં કોરોનાના બે વર્ષે પ્રતિક શોભાયાત્રા સાથે પરંપરા જાળવી રાખીને અ વખતે શહેરને રામમય બનાવવા વધુ એક ધાર્મિક કાર્યક્રમનો ઉમેરો કરાયો છે. તે મુજબ 8મી માર્ચ ને શુક્રવારે રાત્રે ’ભક્તિ ફેરી’નું તેમજ શોભાયાત્રાને આખરી ઓપ આપવા માટેની અંતિમ બેઠક હિંદુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ ચતુર્ભુજદાસજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી રામદૂત હનુમાનજી ના મંદિરે યોજવામાં આવી છે.
શોભાયાત્રાના આયોજનને આખરી ઓપ આપવા સંબંધી અંતિમ બેઠક શુક્રવારે રાત્રે પંચેશ્વર ટાવર નજીક આવેલા શ્રી રામદૂત હનુમાનજી મંદિરે યોજાવાની છે. આ બેઠક પૂરી થયે બેઠકના સ્થળેથી બાલાહનુમાનજી મંદિર સુધીની એક ભક્તિફેરી યોજાશે. જેમાં જામનગર શહેરના હિંદુ ઉત્સવ સમિતિના નેજા હેઠળ જુદી જુદી ધાર્મિક અને સેવાકીય સંસ્થા, જ્ઞાતિ – મંડળોના આગેવાનો તેમજ અન્ય વિવિધ જ્ઞાતિના આગેવાનો સહિત અનેક રામભકતો ભક્તિ ફેરીમાં જોડાશે. પંચેશ્વર ટાવરથી “જય શ્રી રામ”ના જયઘોષ સાથે બાલા હનુમાનજી મંદિરે પહોંચી ત્યાં હનુમાનજીનું પૂજન – અર્ચન કરીને ફરીથી ભક્તિ ફેરી સ્વરૂપે ગૌરીશંકર મહાદેવ મંદિરે પહોંચશે.ત્યારબાદ તમામ રામ ભક્તો માટે અલ્પાહાર ની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જામનગરના મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ વ્યાસ દ્વારા શહેરના તમામ રામભક્તોને ભક્તિફેરી માં જોડાવા તેમ જ શોભાયાત્રાના આયોજનની અંતિમ બેઠકમાં હાજરી આપવા અનુરોધ કરાયો છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756