ધો.10ના વિદ્યાર્થીએ ખાનગી શાળાના પરીક્ષા સુપરવાઇઝર ઉપર કર્યો હુમલો : પોલીસ ફરિયાદ નોંધાઈ

જામનગર : જામનગરમાં એક ખાનગી શાળાના સુપરવાઇઝર ઉપર તોફાની પરીક્ષાર્થીએ પેપર પુરૂ થયા બાદ હુમલો કરી ખૂનની ધમકી આપ્યાના બનાવ અંગે બે દિવસ બાદ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગેની વિગત એવી છે કે, જામનગરમાં ન્યુ હર્ષદમીલની ચાલી નજીક નિલકંઠનગરમાં રહેતા નુરમામદ મુસ્તાક ખીરા નામનો યુવાન સંસ્કાર ઇન્ટરનેશનલ સ્કુલ (રણજીત સાગર રોડ)માં સુપર વાઇઝર તરીકે તા.19 એપ્રિલના રોજ ફરજમાં હતો.
આ વખતે ધો.10ની પરીક્ષા આપવા આવેલ યુવાન બીજા પરીક્ષાર્થીને હેરાન-પરેશાન કરતો હોય સુપરવાઇઝરે તેને ઠપકો આપ્યો હતો. આથી આ યુવાન જેમ-તેમ બોલવા લાગ્યો હતો. પરીક્ષા પુરી થયા બાદ સ્કુલમાંથી નુરમામદ બહાર નિકળ્યો ત્યારે આરોપીએ તેને આંતરી ગાળો કાઢી હતી અને એકટીવાની ચાવીથી નેણ ઉપર અને કાનના ભાગે હુમલો કર્યો હતો તેમજ ખૂનની ધમકી આપી હતી. આ બનાવ અંગે ગઇકાલે સાંજે નુરમામદે આરોપી વિરૂદ્ધ સીટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ. એ.કે.ડાંગરે તપાસ હાથ ધરી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756