જનતા ફાટક વિસ્તારમાં ગતરાત્રે સામાન્ય બાબતમાં યુવાન પર છરી વડે જીવલેણ હુમલો

જામનગર : જામનગરમાં જનતા ફાટક પાસે ગઇકાલે રાત્રે બે વાહનો અથડાવવા જેવી સામાન્ય બાબતમાં એક સ્કુટર ચાલક યુવાન પર બે શખ્સોએ છરી વડે હુમલો કરી દેતાં યુવાન ગંભીર રૂપે ઘાયલ થયો હતો, અને તેને જામનગરની સરકારી હોસ્પિટલ અને ત્યાર પછી રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો છે.પોલીસે હુમલાખોરોને સકંજામાં લઈ લીધા છે, અને તપાસ આરંભી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર માં રહેતો દીપેશ પરેશભાઈ સાવલિયા નામના 30 વર્ષનો યુવાન ગઇકાલે રાત્રે સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાનું સ્કૂટર લઈને તેના મિત્ર સાથે જનતા ફાટક પાસેથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન અન્ય એક બાઇકમાં આવેલા વિશાલ જીતેનપરી ગોસ્વામી, તેમજ ધર્મેન્દ્રસિંહ ભીખુભા જાડેજા સાથે જીભાજોડી થઈ હતી. ત્યાર પછી મામલો વધુ ઉગ્ર બની ગયો હતો. દરમિયાન ઉપરોક્ત બંને શખ્સોએ છરી જેવા ધારદાર હથિયાર વડે હુમલો કરી દેતાં દીપેશ ગંભીર રૂપે ઘાયલ થયો હતો, અને લોહીનું ખાબોચિયું ભરાયું હતું.
આ બનાવને લઇને જનતા ફાટક વિસ્તારમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઇજાગ્રસ્ત યુવાનને સૌપ્રથમ જામનગરની જી.જી.હોસ્પિટલમાં અને ત્યાર પછી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધવાની બાકી છે, પરંતુ પોલીસ દ્વારા બન્ને શખ્સોને હાલમાં ઉઠાવી લેવાયા છે, અને તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756