ઠેબા ચોકડી પાસે ગેસ ટેન્કર- બે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ગઈકાલે બપોરે વધુ એક અકસ્માત સર્જાયો હતો, અને એકીસાથે ચાર વાહનો ટકરાઇ ગયા હતા. સદભાગ્યે જાનહાની ટળી હતી, પરંતુ ચારેય વાહનોમાં નુકસાની થઈ છે. જોકે આ મામલે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક ઠેબા ચોકડી પાસે બપોરે ચારેક વાગ્યાના અરસામાં જી.જે.-10 ડી.જે. 1289 નંબરની કાર, ઉપરાંત જી.જે.-10 ટી.એક્સ.7680 અને જી.જે.10 ટી.એકસ.9000 નંબરના બે ડમ્પર તથા જી.જે.-6 એ.ઝેડ. 3842 નંબરના ગેસ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચારેય વાહનો માં નાની મોટી નુકશાની થઈ છે.
સદભાગ્યે કોઈ વાહન ચાલકોને ઈજા થઈ ન હતી. આ અકસ્માતના બનાવને લઇને ભારે દોડધામ થઇ હતી, અને લોકોનું ટોળું એકત્ર થયું હતું. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને થોડી મહેનત પછી ટ્રાફિક પૂર્વવત બન્યો હતો. જોકે આ મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાવાઈ નથી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756