જામનગર : ખુલ્લા પ્લોટમાં કાંટા બાવળીયામાં આગનું છમકલું

જામનગરમાં વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં એક ખુલ્લા પ્લોટમાં એકત્ર થયેલા ઝાડી ઝાખરામાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જેથી આસપાસના રહેવાસીઓમાં દેકારો બોલી ગયો હતો.
જે અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી એ દોડી જઇ પાણીના એક ટેન્કર વડે આગને કાબૂમાં લઈ લીધી હોવાથી સૌએ હાશકારો અનુભવ્યો હતો.
આગના આ બનાવની વિગત એવી છે કે જામનગરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં આવેલા એક ખુલ્લા પ્લોટમાં કાંટા બાવળીયા અને કચરાનો ઢગલો એકત્ર થયો છે,
જેમાં અકસ્માતે આગ લાગી હતી, અને પવનના કારણે સમગ્ર પ્લોટ માં એકત્ર થયેલો કચરાનો જથ્થો સળગ્યો હતો. જેને લઇને આસપાસના મકાનોમાં રહેતા લોકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આથી ફાયર શાખાની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને પાણીના ટેન્કર વડે આગને કાબુમાં લીધી હતી. જેથી આડોશી-પાડોશી હે હાશકારો અનુભવ્યો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756