છોટી કાશીમાં ભાઈશ્રી રમેશ ઓઝા તથા સંતો મહંતોની ઉપસ્થિતિમાં યોજાશે પોથીયાત્રા

છોટીકાશીના ઉપનામથી પ્રચલિત એવું જામનગર શહેર આવતીકાલથી ધર્મનગરી બનવા જઈ રહ્યું છે, અને ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના નેજા હેઠળ 01 મે થી 08 મે સુધી શ્રીમદ્દ ભગવત ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થયું છે, ત્યારે પૂજ્ય રમેશભાઈ ઓઝા (ભાઇજીની) ના સાનિધ્યમાં યોજઈ રહેલી ભાગવત કથા ના પ્રારંભે આવતીકાલે રવિવારે સંતો મહંતોની ઉપસ્થિતિમાં પોથીયાત્રા નીકળશે. જેમાં મુખ્ય વક્તા અને સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાતથા અન્ય સંતો મહંતો પોથીયાત્રા માં જોડાશે.
સૌપ્રથમ 8.30 વાગ્યે યજમાન ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ના નિવાસ્થાનેથી 51 બાળાઓ કુમકુમ તિલક કરીને કળશ સાથે પોથી યાત્રાનો પ્રારંભ કરાવશે, અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ના ધર્મ પત્ની પ્રફુલાબા જાડેજા પોતાના મસ્તકે પોથી ઉચકીને પોથીયાત્રાનો પ્રારંભ કરાવશે.
જે પોથીયાત્રા તેમના નિવાસ સ્થાનેથી પ્રારંભ થઈને વાજતે ગાજતે કથા મંડપ સ્થળે 10.30 વાગ્યા સુધીમાં પહોંચશે. જેમાં સમગ્ર પોથીયાત્રાના રૂટ પર સાત જગ્યાએ સ્વાગત થશે, ઉપરાંત પોથીયાત્રામાં જોડાનારાઓ માટે સરબત- ઠંડાપીણાની વ્યવસ્થા ગોઠવાઈ છે. સૌપ્રથમ ડીજેના તાલે પોથીયાત્રાનો પ્રારંભ થશે પછી, જેની સાથે સાથે 20 ઘોડેશ્વારો- સંતો-મહંતોની બગીઓ, નાસિક ના ઢોલ, સિદી બાદશાહ નૃત્ય, ઉપરાંત જુદી-જુદી રાસ મંડળીઓ વગેરે જોડાશે. જે પોથીયાત્રા પ્રદર્શન ગ્રાઉન્ડ કથા મંડપ સ્થળે પહોંચીને પોથીયાત્રા ની પૂર્ણાહુતિ કરાશે, અને પોથીનું વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્થાપન થશે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756