જામનગરમાં પણ પોલીસે સોપારી લઇ વેપારીઓ વચ્ચેના ડખ્ખામાં ઝંપલાવી અત્યાચાર ની ફરિયાદ કરાઈ

જામનગરમાં પણ પોલીસે સોપારી લઇ વેપારીઓ વચ્ચેના ડખ્ખામાં ઝંપલાવી અત્યાચાર ની ફરિયાદ કરાઈ
Spread the love

જામનગરમાં એક મુસ્લિમ વેપારીને અરજીના કામે ઉઠાવી લીધા બાદ ઇલેકટ્રીક શોક આપી, મારકૂટ કરી પોલીસ કસ્ટડીમાં રાખી ચેકો લખાવી લેવા અંગે સિટી એ ડિવિઝનના પીઆઇ, ડીસ્ટાફના પીએસઆઇ અને પોલીસકર્મી તેમજ એક સોની વેપારી વિરૂધ્ધ અદાલતમાં ફરિયાદ નોંધાતા અદાલતે એસપીને તપાસ કરી કરેલ કાર્યવાહીનો રિપોર્ટ અદાલતમાં રજૂ કરવા આદેશ આપ્યો છે.

આ કેસની વિગત એવી છે કે, જામનગરમાં પ્રિન્સ ઇલેકટ્રીક એન્ડ મોબાઇલના નામથી વેપાર કરતા ઇકબાલ ઇબ્રાહિમ ખીરા નામના યુવાને અદાલતમાં એવા મતલબની ફરિયાદ કરેલ છે કે, ગત્ તા.20-3-2022ના રોજ જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના પોલીસકર્મી દ્વારા તેમને કિરીટભાઇ રાધનપુરા સોનીની અરજી બાબતે પકડી દરબારગઢ પોલીસ સ્ટેશનમાં પટ્ટ, લાતો, ઢીકાપાર્ટનો માર મારી નગ્ન કરી ગુપ્તાંગ પર ઇલેકટ્રીક શોક આપી ગુન્હો કબુલ કરવા માટે દોઢેક કલાક માર મારવામાં આવેલ ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટરની ચેમ્બરમાં લઇ જઇ દોરડા તથા હથકડી બાંધી ફરીથી ઇલેકટ્રીક શોક તથા મારકૂટ કરવામાં આવેલ તથા ઢસડીને સંડાસમાં લઇ જઇ નાકમાં પાણીની નળી ચડાવી ગુપ્તાંગ પર ઇલેકટ્રીક શોક આપવામાં આવેલ હતો.

ત્યારબાદ બીજા દિવસે તા.21-3-2022 ના રોજ ફરીથી મારકૂટ કરી મામલતદારમાં રજૂ કરવામાં આવેલ. જ્યાં જામીન પર મુક્ત કર્યા પછી ફરીથી પોલીસ સ્ટેશન લઇ ગયેલ તથા આખી રાત પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખેલ તથા ત્યારબાદ તા.22-3-2022ના રોજ બપોરે આઇસીઆઇસીઆઇ બેંક ગુરૂદ્વારા પાસે લઇ જઇ તેના બેંક એકાઉન્ટમાંથી ચેકો લેવડાવી ફરીથી પોલીસ સ્ટેશન લઇ ગયેલ તથા બળજબરીથી કિરીટ રાધનપુરા સોનીના નામના રૂા.4 લાખના બે ચેકો લખાવડાવી ધાકધમકી આપી છોડી મુકલ હતો. આ પછી ફરિયાદી ઇકબાલ ખીરાને અસહ્ય ઇજાઓ થયેલ હોય તેના પરિવારના લોકો તેને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં લઇ ગયેલ જ્યાં તેની હાલત ગંભીર હોઇ અંદરના દર્દી તરીકે દાખલ કરવામાં આવેલ.

જે સારવાર પુરી થયા બાદ ફરિયાદીએ પોતાની લેખિત ફરિયાદ જિલ્લા પોલીસ અધિક્ષકને આપેલ પરંતુ તે ફરિયાદમાં કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા ફરીથી કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરેલ તથા ત્યારબાદ જિલ્લા પોલીસ અધિક્ષકને રૂબરૂ મળી રજૂઆત કરેલી પરંતુ તેમ છતાં પોલીસ દ્વારા તેમની ફરિયાદમાં કોઇ જ કાર્યવાહી કરવામાં ન આવતા ફરિયાદી ઇકબાદ દ્વારા જામનગરની અદાલતમાં જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ જલુ, પીએસઆઇ મોઢવાડિયા, પો.કો. સાજીદ બેલીમ, નરેન્દ્રસિંહ તથા અજાણી ચારથી પાંચ પોલીસ કર્મચારીઓ તથા કિરીટ રાધનપુરા સોની વિરૂધ્ધ ગેરકાયદેસર અટકાયતમાં રાખી,

ઇલેકટ્રીક શોક આપી ગુન્હો કબુલ કરવા માટે અસહ્ય મારકૂટ કરી બળજબરીપૂર્વક ચેકો લખાવડાવી લેવા અંગે આઇપીસી કલમ 308, 323, 324, 325, 330, 384, 386, 504, 506(2), 114 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલ. જે ફરિયાદની હકીકત ધ્યાને લઇ જામનગર એડીશનલ ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ પી.કે.ખાનચંદાણી દ્વારા ફરિયાદીએ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદમાં કરવામાં આવેલ કાર્યવાહીનો રિપોર્ટ કરવા હુકમ કરવામાં આવેલ છે. આ કામે ફરિયાદી ઇકબાલ ઇબ્રાહિમ ખીરા તરફે વકીલ નિખીલ બી. બુધ્ધભટ્ટી તથા પાર્થ ડી. સામાણી રોકાયા છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

news_image_386230_primary.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!