ગુજસીટોકના આરોપી બંધુઓની 1કરોડ ઉપર ની કિંમતી મિલકત ટાંચમાં લેતી પોલીસ

જામનગરમાં કુખ્યાત ભૂ-માફિયા જયેશ 5ટેલની ગુના આચરતી ટોળકીને રફેદફે કરવા માટે રાજ્યના ગૃહવિભાગ દ્વારા અપાયેલી સૂચના પછી દોઢ વર્ષ પહેલા ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધાયો હતો. તે પછી ટોળકીના સદસ્યોની શરૃ કરાયેલી ધરપકડ દરમ્યાન જયેશ પટેલની ટોળકીના મનાતા યશપાલસિંહ, જશપાલસિંહ જાડેજા ની પણ ધરપકડ કરાઈ હતી. આ બંને ની કિંમતી મિલકતો આજે પોલીસે ટાંચ માં લીઘી હતી.
જામનગરમાં જયેશ પટેલના ગુનાખોરીના સામ્રાજ્યને તોડી પાડવા માટે ખાસ ટીમની રચના કરવામાં આવી હતી અને તે માટે ચુનંદા પોલીસ અધિકારીઓની જામનગરમાં નિમણૂક કરાઈ હતી. એ પછી જે તે વખતે ગુજસીટોક હેઠળ જામનગર માં ગુનો નોંધવા માં આવ્યો હતો.અને બિલ્ડર, નિવૃત પોલીસ અધિકારી વગેરે ની ધરપકડ કરવા માં આવી હતી.જો કે જયેશ પટેલ વિદેશ નાસી ગયો હોવાથી જામનગર પોલીસને હાથ લાગ્યો હતો.
દરમ્યાન ગુનાંખોર ટોળકીની આર્થિક રીતે કમર ભાંગી નાખવા પોલીસે પગલા ભરવાનું શરૂ કર્યું છે. જેમાં થોડા મહિના પહેલા રણજીતસાગર રોડ પર આવેલી જયેશ પટેલની મનાતી મિલકત સીલ કરવામાં આવ્યા પછી આજે નગરના મેડિકલ કેમ્પસ પાછળના જયંત કો. ઓપ. હા.સો.માં કરોડો ની બજાર કિંમત ધરાવતા જમીન ના બે પ્લોટ જે યશપાલસિંહ અને જશપાલસિંહ ની માલિકી ના છે તે પ્લોટ આજે સીલ કરવામાં આવ્યા હતા.
જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ની સૂચના થી ઉપરોકત કાર્યવાહી આજે ડીવાયએસપી જે. એસ. ચાવડાપના વડપણ હેઠળ એલસીબી સહિતના પોલીસ કાફલાએ કરી હતી. આવતા સમય માં આ બન્ને ભાઈ ઓ ની અન્ય કેટલીક મિલકત પણ સીલ કરાશે.તેમ જાણવા મળે છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756