રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જામનગરમાં : પ્રાકૃતિક કૃષિ અંગેના સેમિનારનું ઉદ્ઘાટન

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જામનગરમાં : પ્રાકૃતિક કૃષિ અંગેના સેમિનારનું ઉદ્ઘાટન
Spread the love

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાન મુજબ જામનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે જિલ્લા પંચાયત જામનગર દ્વારા જામનગર જિલ્લાની તમામ 417 ગ્રામ પંચાયત ને 86 ક્લસ્ટરમાં સમાવિષ્ટ કરી પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરેલ છે.

આ પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાનના શુભારંભ પ્રસંગે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં ટાઉનહોલ જામનગર ખાતે કૃષિ શિબિર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમજ પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત જુદી જુદી ખેત પેદાશો અંગેનું પ્રદર્શન તથા વેચાણ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવેલ છે.

આ તમામ સ્ટોલ કાર્યક્રમના સ્થળે રાજ્યપાલના હસ્તે ખુલ્લા મૂકવામાં આવ્યા હતાં. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા જુદા જુદા ઉત્પાદનોના રાખવમાં આવેલ સ્ટોલ બપોરે 12:30 કલાકથી સાંજે 5:00 કલાક સુધી વેચાણ માટે ખુલ્લા રહેશે. લોકોની આરોગ્ય સુખાકારી જળવાય અને ખેડુતની આત્મ નિર્ભરતામાં સહયોગી બની શકીએ એ માટે જાહેર જનતાને આ પ્રદર્શન તથા વેચાણ સ્ટોલની મુલાકાત લેવા તથા ખેડૂતોએ પોતાના ખેતરે તૈયાર કરેલ પ્રાકૃતિક પેદાશો લોકો વધુમાં વધુ ખરીદ કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયત, જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

રાજ્યપાલ ઉપરોક્ત કાર્યક્રમમાં હાજરી આપવા માટે આજે હવાઇ માર્ગે સવારે 10:30 કલાકે જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતાં. એરપોર્ટથી સીધા કાર્યક્રમ સ્થળ એમ.પી.શાહ મ્યુનિસીપલ ટાઉનહોલ જવા રવાના થયા હતાં.

ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત જામનગરની મુલાકાતે પધાર્યા છે.ત્યારે જામનગર એરપોર્ટ ખાતે મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ રાજયપાલને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું. આ તકે રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220430-WA0048-0.jpg IMG-20220430-WA0049-1.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!