મોરબીમાં આવતી કાલથી સત્યેશ્વર મંદિરે ત્રણ દિવસ ધામિર્ક કાર્યકમો યોજાશે

મોરબીમાં આવતી કાલથી સત્યેશ્વર મંદિરે ત્રણ દિવસ ધામિર્ક કાર્યકમો યોજાશે
Spread the love

મોરબી : મોરબીમાં શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે આવેલ સત્યેશ્વર મહાદેવના પુન:પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં લોકોને લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.ત્રણેય દિવસ વિવિધ કાર્યક્રમો યોજાશે.

સત્યેશ્વર મહાદેવના પુન:પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું તા.૧ને રવિવાર થી તૃતીયા અક્ષય તૃતીયા (અખાત્રીજ) તા.૩ને મંગળવાર સુધી સત્યેશ્વર મહાદેવ મંદિર,ઉમિયા સર્કલ હાઉસિંગ બોર્ડ ખાતે આયોજન કરેલ છે.આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના યજ્ઞના દર્શનો લાભ લઇ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સાથ સહકાર આપવા અપીલ કરી છે.આ ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય શાસ્ત્રી જીજ્ઞેશભાઈ પંડ્યા કાશીવારા/મોરબીવારા વૈદિક શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરાવશે. પુનઃપ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવના પ્રથમ દિવસ તા.૧ને રવિવારના રોજ સવારે ૮ કલાકે દેહશુદ્ધિ / પ્રાયશ્ચિતવિધિ દશવિધી સ્નાન ,સત્યેશ વિષ્ણુ પૂજન,ગણેશ પૂજન પુન્યાહવાચન, માતૃકાપૂજન, આચાર્યાદી બ્રાહ્મણ પૂજન, જલયાત્રા,મંડપ પ્રવેશ ,દેવ- સ્થાપન,અરણી દ્વારા અગ્નિ સ્થાપન ગ્રહ સ્થાપન ગ્રહહોમ પ્રધાન હોમ સાયં આરતી-પૂજન,સત્યેશ્વર મહાદેવની શોભાયાત્રા નગર યાત્રા શોભાયાત્રામાં થી આવી ગયા બાદ ધન્યાધિવાશ કરાશે.
દ્વિતીય દિવસ તા.૨ને સોમવારના રોજ સવારે દેવ પ્રબોધન વિધિ સૂર્યાર્ઘ સ્થાપીત દેવતાઓનું પ્રાત: પૂજન, પ્રધાન હોમ પ્રસાદ,વાસ્તુ શાંતિક,પૌષ્ટિક હોમ,પ્રધાન હોમ,સાયં પૂજન આરતી વગેરે મંડપમાં શૈયા નિદ્રાધિવાશ કરાશે.
તૃતીય દિવસ તા.૩ને મંગળવાર તૃતીયા અક્ષય તૃતીયા (અખાત્રીજ)ના રોજ સવારના ૧૦ કલાકે દેવ પ્રબોધન વિધિ સૂર્યાર્ઘ સ્થાપીત દેવતાઓનું પ્રાત: પૂજન દેવ સ્નપન ( મહા -અભિષેક વિધી ૧૦૮ કળશ થી સ્નાન ) દેવ ન્યાસ,પુનઃ તેજ નિરૂપણ વિધિ દેવતાઓના સ્વરૂપનું નિજ મંદિર તરફ પ્રયાણ કરાશે.બપોરે ૧૨ કલાક થી વિજય મુહૂર્તમાં પ્રાણ સ્ફુરણ ચૈતન્ય મંત્રોનું પઠન અને ઉત્તર પૂજન બલિદાન વગેરે કાર્યક્રમો યોજાશે.તેમજ બપોરે ૧ કલાક પ્રતિષ્ઠા યજ્ઞની પૂર્ણાહુતિ થશે.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220430-WA0025.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!