મોરબી જિલ્લામાં વાહન ચોર ગ્રેંગ સર્કીય : અલગ અલગ વિસ્તારમાંથી 8 બાઈકની ઉઠાંતરી

મોરબી જિલ્લામાં વાહન ચોર ગ્રેંગ સર્કીય : અલગ અલગ વિસ્તારમાંથી 8 બાઈકની ઉઠાંતરી
Spread the love

પોલીસની ધાકને લાગ્યો કાટ : આવારા તત્વો બન્યા બે ફામ

શહેરના જુદાજુદા વિસ્તારમાંથી છેલ્લા દિવસોમાં બાઇક ચોરીનું પ્રમાણ વધ્યું છે તેવામાં મોરબી સિટી એ ડિવિઝન અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને આઠ બાઈકની ચોરી કરવામાં આવી હોવાની જુદીજુદી ફરિયાદો કરવામાં આવી છે જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. ગુના નોંધીને

મોરબી નજીકના શનાળા ગામે વિરાણીની વાડી ખાતે રહેતા જસમતભાઇ ભૂરજીભાઈ કણજારીયા જાતે દલવાડી (ઉંમર ૩૩) એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબીના શનાળા રોડ ઉપર ઓમ શાંતિ સ્કૂલની સામેના પાર્કિંગમાં તેઓએ પોતાનું બાઇક નં. જીજે ૩૬ એએ ૪૬૭૨ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૫ હજાર રૂપિયાની કિંમતના બાઈકની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે આવી જ રીતે મનજીભાઈ જેઠાભાઈ મકવાણાએ તેનું બાઇક નંબર જીજે ૩૬ કે ૬૭૮૮ પાર્ક કરીને ત્યાં મુકાયું હતું તે ૨૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવેલ છે તો મોરબીના લીલાપર રોડ સ્મશાન પાસે કાલીકા પ્લોટ શેરી નં-૧ માં રહેતા નરશીભાઈ હરજીવનભાઈ કુબાવત જાતે બાવાજી (ઉંમર ૭૦)એ પોતાનું બાઇક નં. જીજે ૩૬ કે ૦૬૧૭ પાર્ક કરીને મૂક્યું હતું તે ૨૦ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી કરવામાં આવે છે તેવી જ રીતે નરેશભાઈ કેશુભાઈ વાઘેલાનું બાઇક નં. જીજે ૩૬ એમ ૯૫૧૪ તેઓએ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી કરવામાં આવે છે. મોરબીના લીલાપર સ્મશાન પાસે મોરબીની અરુણોદયનગર સોસાયટીમાં બ્લોક નં. ૧૪૬ માં રહેતા નિતેશ ભરતભાઈ મીરાણી જાતે લોહાણા (૩૧) એ તેનું બાઈક જીજે ૩૬ એન ૦૨૪૫ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી કરવામાં આવે છે આવી જ રીતે નાની કેનાલ સરદાર સોસાયટીની બાજુમાં કપૂરની વાડીમાં રહેતા અંબારામભાઈ અજાભાઈ ડાભી (ઉમર ૬૨) એ પોતાનું બાઇક નંબર જીજે ૩૬ એન ૬૪૦૨ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી કરવામાં આવે છે તો મોરબીના સનાળા રોડ ઉપર ઓમ શાંતિ સ્કૂલની સામેના પાર્કિંગમાં મોરબીના શનાળા રોડ ઉપર રામજી મંદિરની બાજુમાં રહેતા વાઘજીભાઈ ગોવિંદભાઈ કણજારીયા જાતે દલવાડી (ઉમર ૨૬) એ પોતાનું બાઇક નંબર જીજે ૩૬ એબી ૮૨૫૦ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૫ હજાર રૂપિયાની કિંમતનો બાઈક કોઈ અજાણ્યા ચોરી કરી ગયેલ છે અને મોરબી તાલુકા પોલીસ દ્વારા અગાઉ ચોરાઉ બાઇક સાથે એકની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે માર્કો વિલેજ સોસાયટી ખાતેથી ચોરી કરવામાં આવેલ બાઇક નં. જીજે ૩ એચબી ૮૯૦૬ ના માલિક રાહુલભાઈ અશોકભાઈ વૈષ્ણવ જાતે રામાનંદી (ઉંમર ૨૮) વાળાની ફરિયાદ લઈને પોલીસે આરોપી કિશન રમેશભાઈ પટેલની સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ચોરાયેલ બાઈક ની યાદી

બાઇક નં. જીજે ૩૬ એએ ૪૬૭૨
બાઇક નંબર જીજે ૩૬ કે ૬૭૮૮
બાઇક નં. જીજે ૩૬ કે ૦૬૧૭
બાઇક નં. જીજે ૩૬ એમ ૯૫૧૪
બાઈક જીજે ૩૬ એન ૦૨૪૫
બાઇક નંબર જીજે ૩૬ એન ૬૪૦૨
બાઇક નંબર જીજે ૩૬ એબી ૮૨૫૦
બાઇક નં. જીજે ૩ એચબી ૮૯૦૬

 

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

 

18-50-23-morbi-jila-police-logo-768x817.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!