સીમ ચોરી કરતા આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

સીમ ચોરી કરતા આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ
Spread the love

લીલીયા પો.સ્ટે., વિસ્તારમાં સીમ ચોરી કરતા આરોપીઓને ઝડપી પાડી ચોરી કરેલ ઝટકા મશીન તથા પાવર સેવર બેટરી વિગેરે મુદામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિહં સાહેબ, દ્વારા અમરેલી જિલ્લામાં અગાઉ બનેલ સીમ ચોરી તથા ચોરીનાં ગુન્હાઓ કે જે અનડીટેક્ટ રહેવા પામેલ હોય, તેવા ગુન્હાઓનો ઉંડાણપુર્વંક અભ્યાસ કરી આવા ગુન્હાઓનો ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરી તેનાં મુળ માલીકને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સહી સલામત મળી રહે, અને આવા ચોરી કરતા ઈસમોને સત્વરે પકડી જેલ હવાલે કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે તા.૦૩/૦૫/૨૦૨૨ ના રોજ એસ.ઓ.જી પો.સ.ઈ. એસ.આર.શર્મા, તથા એસ.ઓ.જી.ટીમ લીલીયા પો.સ્ટે., વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી રાહે હકિકત મળેલ કે, લીલીયા પો.સ્ટે.નાં ખારા ગામે ગૌશાળા પાસે રોડ ઉપર હરેશભાઇ ધનાભાઇ દેવીપુજક તથા સુરેશભાઇ બબાભાઇ દેવીપુજક તથા બાબાભાઇ બચુભાઇ કાઠી દરબાબ એમ ત્રણેય જણા ચોરી અથવા છળકપટથી મેળવેલ ઝટકા મશીન તથા બેટરી તથા મોટર પંપ વિગેરે સામાન સાથે ઉભેલ છે અને સદરહુ સામાન વેચવાની પેરવીમાં હોય જે અન્વયે મળેલ ખાનગી બાતમી વર્ણન વાળા ઈસમોને ચોરીના મુદામાલ સાથે ઝડપી પાડવામા આવેલ છે. અને મજકુર ઇસમોની પુછપરછ દરમિયાન લીલીયા પો.સ્ટે. વિસ્તારના અલગ અલગ વાડી/સીમ વિસ્તાર માથી ઝટકા મશીન તથા પાવર સેવર બેટરી તથા પાણીની મોટર વિગેરેની ચોરી કરેલ હોવાની કબુલાતા આપેલ છે.

પકડાયેલ આરોપીઓ
૧). હરેશભાઇ ધનાભાઇ વાઘેલા ઉવ.૨૭ ધંધો-મજુરી રહે.ઢાંગલા તા.લીલીયા જી.અમરેલી
૨). સુરેશભાઇ ઉર્ફે નાનકો બબાભાઇ વાઘેલા ઉવ.૨૧ રહે.ખારા તા.લીલીયા જી.અમરેલી
૩). બાબાભાઇ બચુભાઇ ખુમાણ ઉવ.૫૫ ધંધો-મજુરી રહે.ઢાંગલા, તા.લીલીયા જી.અમરેલી

આરોપી પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ
મજકુર પકડાયેલ આરોપીઓ પાસેથી (૧) એક શિવાય કંપનીનુ સફેદ તથા કેસરી કલરનુ વાડી ખેતરમાં વપરાતુ જુના જેવુ ઝટકા મશીન તથા એક કંપનીનુ નામ લખ્યા વગરની કાળા કલરની પાવર સેવર બેટરી કિ.રૂા.૬૦૦૦/- (૨) એક બલવાન કંપનીનુ પોપટી કલરનુ વાડી ખેતરમાં વપરાતુ જુના જેવુ ઝટકા મશીન તથા એક પાવર ઝોન કંપનીની કાળા કલરની પાવર સેવર બેટરી કિ.રૂ.૫૦૦૦/- (૩) એક FOREX લખેલ જુના જેવી પાણીની મોટર પંપ જેની કિં.રૂા.૧૦૦૦/- તથા (૪) એક સેમસંગ કંપનીનો બ્લ્યુ કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવેલ જેની કિ.રૂા.૩૦૦૦/- મળી કુલ રૂા.૧૫૦૦૦/- ના સીમ ચોરીના મુદામાલ સાથે ઝડપી પાડેલ છે. મજકુર પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ વધુ તપાસ અર્થે લીલીયા પો.સ્ટે., ખાતે સોંપી આપેલ છે.

આમ, પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ લીલીયા પો.સ્ટે., વિસ્તારનાં સીમ ચોરી કરતા આરોપીઓને ચોરી કરેલ ઝટકા મશીન તથા પાવર સેવર બેટરી વિગેરે મુદામાલ સાથે ઝડપી પાડવામાં અમરેલી એસ.ઓ.જી.નાં પો.સ.ઇ.શ્રી એસ.આર.શર્મા, તથા એસ.ઓ.જી. ટીમને સફળતા મળેલ છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220504-WA0001.jpg

Admin

Nilesh Parmar

9909969099
Right Click Disabled!