અમદાવાદ ખાતે ૫ મી મે ૨૦૨૨ના રોજ આદિવાસીઓને યોગ્ય માગણીઓ અર્થે રેલી

અમદાવાદ ખાતે ૫ મી મે ૨૦૨૨ના રોજ આદિવાસીઓને યોગ્ય માગણીઓ અર્થે રેલી અને સંમેલન ની મંજૂરી ન આપવામા આવી
ગુજરાત સરકારે તા. ૦૫-૦૫-૨૦૨૨ના રોજ ગુરુવાર અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ પૂર્વે માં યોજાનારી આદિવાસીઓની રેલીને પોલિસ પરવાનગી નહિ આપીને બિનલોકશાહી અને બિનબંધારણીય વર્તન કર્યું છે.
વન અધિકાર ધારો, મનરેગા અને અન્ન સલામતી ધારાનો અમલ ગુજરાતમાં અત્યંત પાંગળો રહ્યો છે. તેથી રાજ્યના ગરીબ અને બેકાર આદિવાસીઓ વધુ રોજગારી, અન્ન અને જમીન પરના અધિકારોના અમલ માટે 10000 થી વધારે સંખ્યામાં એકત્ર થવા માગતા હતા. પોલિસે આદિવાસીઓને સંમેલન અને શાંત રેલી કાઢવા માટે પણ મંજૂરી નહીં આપીને પોતાનું તાનાશાહી માનસ છતું કર્યું છે.
સરકાર જ્યારે કરોડો રૂપિયાની જાહેરખબરો આપીને આદિવાસીઓ માટે ખૂબ કલ્યાણકારી કામો કર્યાં હોવાનો દાવો કરે છે ત્યારે રાજ્યના આદિવાસીઓ વિકાસની વરવી હકીકત જાહેર હિતમાં રજૂ ના કરી શકે એ તે વળી ક્યાંનો ન્યાય?
શું માત્ર રાજકીય નેતા જ રેલી કરી શકે? આદિવાસી સમાજને પોતાની વાત મુકાવનો પણ હક્ક નથી? આ શું લોકશાહી છે. છેલ્લા એક મહિનાથી પોલીસ પૂર્વે અને અમદાવાદ પોલીસ કમીશ્નરની ઓફિસે પરવાનગી માટે અરજી કરેલ. આનો જવાબ આવનારી ચૂંટણીમાં આદિવાસી સમુદાય આપશે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756