સિતપુર વસાહત ખાતે થી ભારતીય બનાવટ નો વિદેશી શરાબ નો જથ્થો ઝડપી પાડતી ડભોઇ પોલીસ

ડભોઇ તાલુકા ના સિતપુર વસાહત ખાતે થી ભારતીય બનાવટ નો વિદેશી શરાબ નો જથ્થો ઝડપી પાડતી ડભોઇ પોલીસ
ડભોઇ ના પી.આઈ.કે.જે ઝાલા ને અંગત બાતમીદાર થી બાતમી મળી હતી કે ડભોઇ તાલુકા ના સિતપુર વસાહત ખાતે રહેતા કિરણભાઈ જયંતીભાઈ વસાવા ભારતીય બનાવટ ની વિદેશી દારૂ બહાર થી મંગાવી પ્રથમીક શાળા ની પાછળ આવેલ તેના ખેતર માં ખાડો ખોદી સંતાડી રાખેલ છે.અને ચોરીછુપી થી વિદેશી દારૂ નું વેચાણ કરી રહ્યો છે.જે અંગે ની ચોક્કસ બાતમી ના આધારે ડભોઇ પી.આઈ કે.જે.ઝાલા એ પોલીસ સ્ટાફ ના માણસો ને બાતમી વાળી જગ્યા એ રેઇડ કરવા સૂચના આપી હતી.સૂચના ના આધારે ડભોઇ પોલીસ સ્ટાફ દ્વારા બે પંચો ને સાથે રાખી રેઇડ કરતા બાતમી વાળી જગ્યા એ થી ખાડો ખોદી સંતાડી રાખેલ ભારતીય બનાવટ ની વિદેશી દારૂ ની પ્લાસ્ટિક ની કુલ 137 નંગ બોટલો તથા ક્વાર્ટર જેની કિંમત 31,550 મળી આવ્યા હતા.રેઇડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ ડભોઇ પોલીસ સ્ટેશન માં પ્રોહીબિશન કલમ 65 એ. ઈ મુજબ નો ગુનો દાખલ કરી આગળ ની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756