ડભોઇ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પત્રકાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ડભોઇ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પત્રકાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
શ્રી મહર્ષિ નારદ જયંતીના ઉપલક્ષમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વડોદરા જિલ્લા પ્રચાર વિભાગ દ્વારા ડભોઇ માં પત્રકાર મિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું..
દુનિયાના સૌપ્રથમ પત્રકાર કહેવાતા મહર્ષિ નારદ મુનિના જયંતિ પ્રસંગે પ્રિન્ટ તથા ઈલેકટ્રોનિક મીડિયા સાથે જોડાયેલા પત્રકાર મિત્રો સાથે મા. જિલ્લા સંઘચાલક જી ( તુલસીભાઈ પટેલ ) , ડભોઇ નગર સંઘચાલક જી ( મનોજભાઈ ) જિલ્લા કાર્યવાહ જી ( સંજયભાઈ પટેલ ) , તથા જિલ્લા પ્રચાર પ્રમુખ ( નિલેશભાઈ જોષી ) ઉપસ્થિત રહ્યા હતા..
સંઘમાં જિલ્લા બૌદ્ધિક પ્રમુખ ની જવાબદારી નું વહન કરતા શ્રી જીગરભાઈ પંડ્યા એ પોતાની સરળ શૈલી માં પત્રકાર મિત્રો સાથે સંવાદ કરી પત્રકારત્વ અને સામાજિક જવાબદારીઓ અંગે સુયોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું..તેમને વધુ માં જણાવ્યું કે નારદજીનું મુખ્ય કામ માહિતીનું આદાન પ્રદાન કરવાનું હતું. તેઓ કોઈ વિશેષ મરી મસાલા ઉમેરતા ન હતા. લોકશાહીના ચોથા સ્તંભ એવા પત્રકારત્વએ આદ્ય પત્રકાર મહર્ષિ નારદ પાસેથી પ્રેરણા લઈ ને સક્રિય રીતે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ તેમ જણાવ્યું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756