ડભોઈ શિનોર ચોકડી એસ. ઓ. યુનિટી ના રોડ પર ના બોર્ડ હવા માં : અકસ્માત ની ભીતિ

વિશ્વ ની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા માર્ગ પર ડભોઈ શિનોર ચોકડી પાસે દિશા સૂચક બોર્ડ મારવા માં આવેલા છે જે રોડ નું મહત્વ સમજાવી રહયા છે પરંતુ તંત્ર ની ધોર નિષ્કાળજી ને કારણે બોર્ડ વૈશાખ ના વાયરા નો સામનો કરવામાં નિષ્ફળ રહયા છે બોર્ડ કેટલીક જગ્યાએ થી તુટી ગયા છે
કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે કાર્યક્રમ રાખવામાં આવે છે અને સાથે સાથે હાલ વેકેશન ની સિઝન હોય સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં સરદાર ની પ્રતિમા ને જોવા જાય છે એ સાથે સાથે આવતી કાલે ડભોઇ માં પેજ સમિતિ નો મોટો કાર્યક્રમ થવા જઇ રહયો છે જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેનાર હોય બોર્ડ મોટી હોનારત સર્જે તે પહેલાં જ ઉતારી લેવા માં આવે એવી લોક લાગણી ઉઠવા પામી છે ડભોઈ માં સરકારી તંત્ર હાલ પેજ સમિતિ ના કાર્યક્રમ માં જોતરાયેલ હોય મોટી હોનારત પહેલા બોર્ડ ઉતરે એવી શકયતા ઓ નહીવત છે શું પી .ડબ્લ્યુ .ડી વિભાગ મોટી હોનારત ની રાહ જોઈ રહયુ છે
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756